BHARUCHJHAGADIYA

ઉમલ્લામાં માતૃત્વનો અનોખો દાખલો: નવજાત બચ્ચાં માટે કૂતરી કલાકો સુધી કોબ્રા સામે લડી

માતૃત્વનો અનોખો દાખલો જોવા મળ્યો..ઉમલ્લા ગામે પોતાના નવજાત બચ્ચાંને બચાવવા માટે શ્વાન કૂતરી એ કલાકો સુધી કોબ્રા સાપ સામે બહાદુરીપૂર્વક મુકાબલો કર્યો..

 

માંએ પોતાના બચ્ચાંને બચાવવા કલાકો સુધી કોબ્રા સામે લડી, સર્પમિત્રે કર્યું રેસ્ક્યુ

 

ભરૂચ જિલ્લા નાં ઝગડીયા તાલુકાના ઉમલ્લા ગામમાં માતૃત્વનો અનોખો દાખલો જોવા મળ્યો ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાના ઉમલ્લા ગામમાં વહેલી સવારે એક અનોખી ઘટના સામે આવી હતી, જેમાં એક શ્વાન કૂતરીએ પોતાના નવજાત બચ્ચાંને બચાવવા માટે કલાકો સુધી કોબ્રા સાપ સામે બહાદુરીપૂર્વક મુકાબલો કર્યો હતો. આખરે સર્પમિત્ર દ્વારા કોબ્રા સાપનું સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર ઉમલ્લા ગામમાં બેંક ઓફ ઇન્ડિયા સામે આવેલ અંજના બેન સતીશભાઈ વસાવાના ઘર પાસેની દીવાલ નજીક આશરે 15 દિવસ પહેલાં શ્વાન કૂતરીએ બચ્ચાંને જન્મ આપ્યો હતો. વહેલી સવારે અંદાજે 5 વાગ્યાના સમયે એક ઝેરી કોબ્રા સાપ બચ્ચાંની નજીક આવતો દેખાતા શ્વાન કૂતરી સતર્ક બની ગઈ હતી. પોતાના નવજાત બચ્ચાંને બચાવવા માટે કૂતરી સાપ સામે અડીખમ ઉભી રહી સતત જોરજોરથી ભસવા લાગી હતી. શ્વાન કૂતરીનો આ આક્રમક અવાજ અને સતર્કતા જોઈ કોબ્રા સાપ પણ ત્યાંથી આગળ વધી શક્યો ન હતો.શ્વાન કૂતરીએ સાપને બચ્ચાં તરફ જવા દીધો ન હતો અને સતત તેની સામે જ મોરચો સંભાળી રાખ્યો હતો. કૂતરીના ભસવાના અવાજથી અંજનાબેન સતીશભાઈ વસાવા ઊંઘમાંથી જાગી ગયા હતા. તેઓ એ તેઓની બારીમાંથી બહાર નજર કરતાં તેઓએ શ્વાન કૂતરી અને કોબ્રા સાપ વચ્ચેનો આ સંઘર્ષ જોયો હતો. ત્યારબાદ તેમણે આસપાસના પડોશીઓને જાણ કરતાં મોટી સંખ્યામાં લોકો ત્યાં એકત્રિત થઈ ગયા હતા. સ્થાનિક લોકોમાં પણ આ ઘટનાએ આશ્ચર્ય પમાડ્યું હતું. માતા અને બચ્ચાં વચ્ચેનો પ્રેમ અને લાગણીનો જીવંત દાખલો જોઈ લોકો ભાવવિભોર બની ગયા હતા. આ દરમિયાન કૂતરીએ આશરે બે થી ત્રણ કલાક સુધી કોબ્રા સાપને એક જ જગ્યાએ રોકી રાખ્યો હતો. બાદમાં સર્પમિત્ર ફેઝાન ને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલા સર્પમિત્ર ફેઝાન સાવચેતીપૂર્વક સ્ટિકની મદદથી કોબ્રા સાપને પકડી ડબ્બામાં પૂર્યો હતો અને ત્યારબાદ તેને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં છોડવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર ઘટનાએ માનવજાત સાથે સાથે પશુ-પ્રાણીઓમાં પણ માતૃત્વ અને લાગણી કેટલી મજબૂત હોય છે તેનો અનોખો સંદેશ આપ્યો હતો.

 

ઈરફાન ખત્રી

Back to top button
error: Content is protected !!