બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
ભરૂચ જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા થવા ખાતે SPC(સ્ટુડન્ટ પોલીસ કેડેટ) શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાંચ દિવસીય SPC શિબિરનું ઉદ્ઘાટન ડીવાયએસપી અને નોડલ અધિકારી ગાંગુલી અને ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતીબા રાવલના હસ્તે કરવામાં આવ્યુ હતું. થવા ખાતે યોજાયેલ આ કેમ્પમાં ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓમાંથી ૯૫૦ જેટલા એસપીસીના કેડેટ ભાગ લીધો હતો. આ કેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રવૃત્તિઓ થકી શિસ્ત વગેરેના પાઠ ભણ્યા હતા.
આ ભવ્ય કેમ્પમાં જિલ્લાના અલગ અલગ તાલુકાઓના અલગ અલગ પોલીસ સ્ટેશન સીપીઓ વગેરે પણ ફરજ બજાવી હતી. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુરસિંહ ચાવડા અને નોડલ અધિકારી ગાંગુલીના માર્ગદર્શન હેઠળ આ કેમ્પ પાંચ દિવસ સુધી થવા ખાતે સફળ રીતે ચાલ્યો હતો. થવાના ગ્રામ નિર્માણ કેળવણી મંડળ દ્વારા કેમ્પના ૯૫૦ વિદ્યાર્થીઓ માટે રહેવા માટે વિનામૂલ્યે સુવિધા આપવામાં આવી છે.