ભરૂચ-જંબુસર નેશનલ હાઈવે પર કંથારીયા પાસે તંત્ર નું મેગા ડિમોલેશન, નોટીસ આપ્યા બાદ પણ દબાણો નહિ હટાવતા તંત્ર એક્શનમાં..
સમીર પટેલ, ભરૂચ
મુખ્ય માર્ગ પર અડચણ રૂપ ગેરકાયદેસર દબાણો પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરાયા..
ભરૂચ જંબુસર નેશનલ હાઈવે પર કંથારિયા પાર નેશનલ હાઈવે ઓથોરિટી સહિત વહીવટી તંત્ર ના અધિકારીઓની ની ટીમે પોહચી પોલીસ બંદોબસ્ત સાથે મુખ્ય માર્ગ પર ના ગેરકાયદેસર દબાણો હટાવવા ની કામગીરી હાથ ધરી હતી.
ભરૂચ-જંબુસરને જોડતા મુખ્ય માર્ગ પર આવેલા કંથારીયા ગામ પાસે ટ્રાફિક ને અડચણરૂપ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે હાઈવે ઓથોરિટી ધ્વારા દબાણ કર્તાઓ ને ત્રણ નોટીસ આપવા સાથે રિક્ષા ફેરવી જાહેરાત કરવા માં આવી હતી.જોકે તેમ છતાં તેઓ દ્વારા દબાણો નહિ હટાવવામાં આવતા તંત્ર એક્શન માં આવ્યું હતું. જે બાદ આજે પ્રાંત અધિકારી,મામલતદાર અને નેશનલ હાઇવે ઓથોરિટી ના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જૈમિન શાહ તેમની ટીમ સાથે જેસીબી સહિત મશીનરી સાથે પોહચી ગયા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણનો સફાયો કરવાની કામગીરી હાથ ધરી હતી.જેના પગલે સમગ્ર વિસ્તાર માં ઉત્તેજના પ્રસરી જવા પામી હતી.પણ કોઈ વિરોધ કે વિવાદ સર્જાય રહ્યો ન હતો.બે દિવસ માં તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવશે તેમ નેશનલ હાઇવે ઓથોરિટી ના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જૈમિન શાહ ધ્વારા જણાવવામાં આવ્યુ હતું.આ દબાણો હટાવવામાં આવ્યા બાદ પુનઃ દબાણો ના થાય તે પણ તંત્ર દ્વારા સતત મોનીટરીંગ પણ કરવામાં આવે તે પણ જરૂરી છે.