
પત્રકાર એક્તા પરિષદ દ્વારા આજ રોજ તા.૧૩મી જુલાઈ ૨૦૨૬ના રોજ માં શારદાભવન હોલ અંકલેશ્વર ખાતે ભરૂચ જિલ્લા અધિવેશનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પત્રકાર એક્તા પરિષદ નેત્રંગ તાલુકાના પ્રમુખ તરીકે બ્રિજેશભાઈ પટેલની પત્રકાર એક્તા પરિષદ ગુજરાતના અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયા અને મહિલા અધ્યક્ષ સમીમબેન પટેલ દ્વારા નિમણુંક પત્ર આપી નિમણૂંક કરવામાં આવી. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, નગરપાલિકાના પ્રમુખ જીગ્નેશભાઈ અને ભરૂચ જિલ્લા પ્રમુખ અતુલભાઈ મુલાણી અને ભરૂચ જિલ્લા ઉપપ્રમુખ સ્નેહલકુમાર પટેલ અને જિલ્લાના હોદ્દેદારો અને સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં સંગઠનના હોદ્દેદેદારો ઉપસ્થિત રહ્યા હતા.



