AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાની આહવા પોલીસે હત્યાના પ્રયાસના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને સુરતથી ઝડપી પાડ્યા..

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના પોલીસ અધિક્ષક પૂજા યાદવનાં માર્ગદર્શન હેઠળ આહવા પોલીસ સ્ટેશનનાં પી.આઈ.આર.એસ.પટેલની ટીમે ઇંટોના ભઠ્ઠા પર મજૂરીના પૈસાની લેતી-દેતી બાબતે થયેલી બોલાચાલીમાં જીવલેણ હુમલો કરનાર ત્રણ આરોપીઓને ગણતરીના દિવસોમાં સુરત ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ગત તારીખ ૧૦/૦૩/૨૦૨૬ ના રોજ સાંજે આશરે ૦૫:૩૦ કલાકે આહવા ખાતે ઇંટના ભઠ્ઠા ઉપર મજૂરીના રૂપિયાના હિસાબ બાબતે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન આરોપીઓએ ફરિયાદી મહેશભાઈ અશોકભાઈ પરમાર અને  શૈલેષભાઈ પરમાર સાથે ઝઘડો કરી, શૈલેષભાઈના પેટના ભાગે ચપ્પુનો ઘા ઝીંકી જીવલેણ ગંભીર ઇજા પહોંચાડી હતી. આ અંગે આહવા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.ગુનો દાખલ થયા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા.  ડાંગ જિલ્લા પોલીસ અધીક્ષક પુજા યાદવની સૂચના અને માર્ગદર્શન હેઠળ આહવા પોલીસ મથકનાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ.પટેલ અને પી.એસ.આઈ.એમ.એસ.રાજપૂત દ્વારા અલગ-અલગ ટીમો બનાવી હતી. હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસની મદદથી પોલીસે ત્રણેય આરોપીઓને સુરત ખાતેથી ઝડપી લીધા છે.આહવા પોલીસે ૧. રાજુભાઈ વિનુભાઈ ચુડાસમા (ઉં.વ. ૨૦) ,૨. અશ્વિનભાઈ વિનુભાઈ ચુડાસમા (ઉં.વ. ૨૩) ,૩. રોશનીબેન રાજુભાઈ ચુડાસમા (ઉં.વ. ૨૦) (તમામ હાલ રહે. ચોંડ, તા. આહવા; મૂળ રહે. રૂપાવટી, તા. મહુવા, જિ. ભાવનગર) ની અટક કરી છે.તેમજ પોલીસે ત્રણેય આરોપીઓની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે…

Check Also
Close
Back to top button
error: Content is protected !!