
ગુજરાત પ્રદેશ ભાજપાના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા દ્વારા ગાંધી બજાર ખાતે આવેલી પ્રાથમિક કુમાર-કન્યા શાળામાં આશરે 100 જેટલા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ચોપડા તથા સ્ટેશનરીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સેવાકીય કાર્યક્રમમાં નવનિયુક્ત ભાજપ બક્ષીપંચ મોરચા પ્રમુખ સરમણ કોડવાળા, મહામંત્રી અર્પણ મોદી, જીતેન્દ્ર (જોની) પંચાલ, બ્રિજેશભાઈ પટેલ, સહ સંયોજક, ભરૂચ જિલ્લા ભાજપ મીડિયા વિભાગ, દીક્ષિત પંચાલ, મયુર મોદી સહિતની ટીમ તેમજ જયેશભાઈ વસાવા, પ્રતિક પ્રજાપતિ, મિહિર રાઠોડ, સંધ્યાબેન સોરઠીયા, ક્રિશ ગાંધી અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કરવામાં આવેલી આ નાનકડી સેવાકીય પહેલ સમાજ પ્રત્યેની જવાબદારી અને સેવાભાવના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી મળી રહે અને તેઓ શિક્ષણક્ષેત્રે આગળ વધે તેવા હેતુથી આયોજિત આ સેવાકાર્યને ઉપસ્થિત સૌએ બિરદાવ્યું હતું
.



