અંકલેશ્વરમાં પત્રકાર એકતા પરિષદ ના જિલ્લા અધિવેશન અંકલેશ્વર ના માં શારદા ભવન ખાતે યોજાયું

રિપોર્ટર મંગલભાઈ ચૌહાણ અંકલેશ્વર
અંકલેશ્વરમાં પત્રકાર એકતા પરિષદ ના જિલ્લા અધિવેશન અંકલેશ્વર ના માં શારદા ભવન ખાતે યોજાયું, ભરૂચના 120 પત્રકારોને 10 લાખની અકસ્માત વીમા પોલિસી અર્પણ કરાયા હતા. રાજ્ય મંત્રી સહિતના અગ્રણીઓ પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે 7 વિશેષ ફાયદા ધરાવતી પોલિસીનું વિતરણ કરાય હતું.આગામી દિવસોમાં તમામ ૩૪ જિલ્લાઓમાં લાભ અપાશે
અંકલેશ્વર શહેરના મા શારદા ભવન ખાતે ભરૂચ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા જિલ્લા અધિવેશન નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પત્રકારોના હિત અને સુરક્ષાને ધ્યાને રાખીને એક મહત્વપૂર્ણ લોક કલ્યાણકારી જાહેરાત સાથે વીમા પોલિસી નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અધિવેશનમાં રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, પત્રકાર એકતા પરિષદ ના પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાટોડિયા, નગરપાલિકા પ્રમુખ જીગ્નેશ અંદારીયા, તાલુકા પ્રમુખ વિવેક ભરડીવાલા, અંકલેશ્વર એઆઈએ ના મંત્રી નિલેશ પટેલ તેમજ ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ સમીમ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભરૂચ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાંથી સંગઠનના અસંખ્ય હોદ્દેદારો અને પત્રકાર મિત્રો એ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. પત્રકારો વારંવાર જોખમી પરિસ્થિતિઓમાં ફરજ બજાવતા હોય છે, ત્યારે તેમની સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવાના ભાગરૂપે આ વર્ષને ચિંતા અને ચિંતન ના વર્ષ તરીકે મનાવવામાં આવી રહ્યું છે. કાર્યક્રમ દરમિયાન ભરૂચ જિલ્લાના 120 પત્રકારોને રૂપિયા 10 લાખ ના વિમાની અકસ્માત વીમા પોલિસી એનાયત કરવામાં આવી હતી. આ પોલિસી કુલ 7 પ્રકારના વિશેષ ફાયદાઓથી સજ્જ છે, જે પત્રકારો અને તેમના પરિવારને આર્થિક સુરક્ષા પ્રદાન કરશે. ભરૂચ જિલ્લા થી શરૂ થયેલી આ કામગીરી આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં વિસ્તૃત કરવામાં આવશે. સંગઠન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, આવનારા સમયમાં ગુજરાતના તમામ 34 જિલ્લામાં કાર્યરત પત્રકારોને પણ આ પ્રકારે રૂપિયા 10 લાખ અકસ્માત વીમા પોલિસી નો લાભ આપવામાં આવશે, ભરૂચ જિલ્લા ના અધિવેશન ને સફર બનાવવા માટે જિલ્લા પ્રમુખ અતુલ મુલાની,અંકલેશ્વર તાલુકા પ્રમુખ કેયુર રાણા અને તેમની ટીમ દ્વારા આયોજન કરવા માં આવ્યું હતું.










