
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
વલ્લભ યુવા સંઘ-ભરૂચ યુથ વિંગ દ્વારા ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલ પિંગોટ ગામે નિઃશુલ્ક પશુચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સૈંકડો ગ્રામજનો અને પશુપાલકોએ લાભ લીધો હતો.
કેમ્પ દરમિયાન 1500થી વધુ પશુઓને વેક્સિનેશન આપવામાં આવ્યું હતું, જ્યારે એટલાજ પશુઓને જરૂરી દવાઓ પણ પૂરી પાડવામાં આવી હતી. 165થી વધુ ગામજનોને તેમના પશુઓ માટે નિષ્ણાત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત 50થી વધુ પશુઓની જુદા જુદા રોગો માટે તપાસ કરવામાં આવી હતી. કેમ્પ દરમિયાન 2 પશુઓના ઓપરેશન તેમજ 2 ઘાયલ પશુઓની સારવાર પણ સફળતાપૂર્વક કરવામાં આવી હતી.
કેમ્પના અધ્યક્ષપદે ભવિન ગડોયા (શ્રી અતુલ ગડોયાના પુત્ર)એ સફળ સંચાલન કર્યું હતું. કેમ્પની સફળતા માટે VYO યુથ પ્રમુખ સંકેત શાહ VYO -પ્રભારી આશિતભાઈ, તેમજ મીતેશભાઈ, અતુલભાઈ, જયેશભાઈ, કૃણાલભાઈ, મિહિરભાઈ, ઉર્વી અને વૈશ્વીનો વિશેષ સહયોગ મળ્યો હતો. સમગ્ર આયોજનમાં અતુલભાઈ ગડોયાનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. કેમ્પ માટેના બેનર અને લીફલેટ તૈયાર કરવા બદલ મનનભાઈ શાહ અને VYO-E હેડ ચૈતન્યભાઈ શાહનો આભાર માનવામાં આવ્યો હતો. દાન કાર્યમાં આશિતભાઈ, રોનકભાઈ અને જયેશભાઈએ ખાસ સહકાર આપ્યો હતો.
આ કેમ્પને સફળ બનાવવા માટે આર્થિક પ્રાયોજક પી.ડી. એન્ડ સન્સ તથા નેટરંગના પશુચિકિત્સક ડૉ. પ્રસન્ન વસાવા અને તેમની ટીમનું મહત્વનું યોગદાન રહ્યું હતું. આ સમગ્ર કેમ્પ વલ્લભ યુવા સંઘ-ભરૂચના તમામ વિભાગોના સંયુક્ત સહયોગથી સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.


