BHARUCHNETRANG

નેત્રંગ : રાજાકુવા ગામે બાળકીને ખેંચી શિકાર કરનાર દીપડો 12 દિવસે વાંકોલથી પાંજરે પૂરાયો.

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૧૦/૧૧/૨૦૨૪

 

રાજાકુવા (વણખૂટા) ગામમાં રહેતી બાળકી લીલા કોટવાડીયા અંદાજે ઉંમર વર્ષ 9 બપોરનો સમય થતા તેમના દાદી જંગલમાં ઢોર ચારવા માટે ગયેલ હતા તેમને જમવાનુ આપવા ગયેલ સાંજના સમયે જંગલમાંથી ઘર તરફ પરત આવતા સમયે જંગલમાં વન્યપ્રાણી દીપડાએ હુમલો કરતા મૃત્યુ થયેલ હતું.બનાવને લઇ વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો અને આ માનવભક્ષી દીપડાને પકડવાની માંગ ઉઠી હતી અને ગ્રામજનોનો રોષ પણ હોવાથી વન વિભાગે દીપડો પકડવા પાંજરૂ ગોઠવ્યું હતું.આ દીપડો છેલ્લે 12 દિવસ પછી વાંકોલ ગામે પાંજરે પુરાયો હતો.

 

બીજા દિવસે વન વિભાગે જંગલમાં તપાસ કરતા વન્યપ્રાણી દીપડાના પગમાર્ક જોવા મળતા આજુબાજુ દીપડાની અવરજવર થાય એવા પગદંડી રસ્તાઓ કવર કરી નવા પાંજરા શિકાર સાથે ગોઠવવામાં આવ્યા હતા .ફરી ત્રીજા દિવસે તેમજ વણખુંટાથી મચામડી જતાં રસ્તા પર વન્યપ્રાણી દીપડો જોવા મળેલ ત્યાં પણ ત્રીજું પાંજરૂ મૂકવામાં આવ્યું હતું.ત્રણ દિવસ પછી ચોથી વખત મચામડીથી વાંકોલ જતા રસ્તા પર દિપડો ફરી જોવા મળતા ત્યાં પણ પાંજરૂ મૂક્યું હતું.

 

પછી વાંકોલથી પાડા વચ્ચે રસ્તા પર દીપડો નજરે પડ્યો હતો ત્યાં પાંજરૂ મૂક્યું હતું.બે દિવસ પછી દીપડાનું લોકેશન બદલાતા ઉમરખડા ગામમાં દીપડાએ બકરીનું મારણ કરતા ત્યાં વન વિભાગે પાંજરૂ મૂક્યું હતું આમ પાંચથી સાત જગ્યાએ દીપડો પકડવા પાંજરા મૂક્યા હતા ત્યારે વાંકોલ ગામનાં સરપંચે માહિતી આપી હતી દીપડો પાંજરામાં પુરાયેલ છે. તાત્કાલિક ઉમરખેડા ગામે પહોંચી દિપડાનો કબજો લઈ ઝઘડિયા રેન્જ ઓફિસ ખાતે લાવવામાં આવેલ હતો આ દીપડાની તપાસ કરતા રાજાકુવા ગામમાં જે બનાવ બનેલ તેના પગમાર્કના આધારે પાંજરામાં પુરાયેલ દીપડાના પગમાર્ક મેચ થાય છે સાથે જ રાજાકુવા ગામથી બનાવવાળી જગ્યાથી ઉમરખડા જે પાંજરે પુરાયેલ દીપડા સુધીનું અંતર 3.47 કિ.મી. થાય છે. આ દિપડાને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન અને સૂચના મળતાં મુકત કરવા પાવાગઢ રેસ્ક્યુ સેન્ટર ખાતે આજીવન છોડવામાં આવશે.

Back to top button
error: Content is protected !!