
બ્રિજેશ પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
નેત્રંગ તાલુકા સહિત રાજ્યભરમાં ગરમીનો પારો છેલ્લા કેટલાક દિવસ થી સતત વધી રહ્યો છે. જેને લઈ ને આમ જનતા તોબાપોકારી ઉઠી તેવા સંજોગોમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની તેની સંલગન જેટકો કંપની થકી નેત્રંગ તાલુકામાં તા.૨૧ ના રોજ સમારકામની કામગીરીને લઈ ને સવારના સાત વાગ્યા થી સાંજના પાંચ વાગ્યા સુધીનો વિજ કાપની જાહેરાત કર્યા બાદ વિજપુરવઠો બંધ કરી દેવામાં આવતા નાના બાળકોથી લઈ ને ગૃહિણીઓ વયવુદધ લોકો હેરાનપરેશાન થઇ ગયા હતા.
વિજ કાપને લઈ ને નેત્રંગ પંચાયતના તમામ વારીગુહ માંથી પાણી પુરવઠાનો સપ્લાયર બંધ રહેતા ઓર મુસીબતનો સામનો વેઠવાનો વારો આવ્યો હતો.તાલુકા મથક ખાતે આવેલ મોટાભાગની સરકારી કચેરીઓમાં ઓનલાઈન ની કામગીરી ઠપ જોવા મળી હતી,જોકે તમામ કચેરીઓમાં જનરેટની સુવિધા ઉપલબ્ધ હોવા છતાં પણ જનરેટર ઓપરેટરો નહિ હોવાના કારણે કે અન્ય કોઈ કારણોસર જનરેટરો શોભાના ગાંઠિયા સાબીત થયા છે.
વિજ કાપ બાબતે નેત્રંગ સબ ડીવીઝન ના નાયબ કાર્યપાલક ઈજનેર જયેશ ઠક્કર સાથે થયેલી વાતચીતમાં જણાવેલ કે લાઇન શીફટીગ ની કામગીરી તેમજ અન્ય નાની મોટી કામગીરી ના કારણે તેમજ જેટકો વિભાગમાં પણ કામગીરી હોવાથી વિજ કાપ આપવાની ફરજ પડી છે.જેમ બને તેમ વહેલી તકે વિજપુરવઠો શરૂ કરવાની કવાયત હાથ ધરી રહ્યા છે.




