
ઝઘડિયા તાલુકાના અંધાર કાછલા ગામના ૫૦૦ લોકો ભર ચોમાસે પાણી વગર તળવરી રહ્યા છે
ગામમાં હાલમાં પાંચ બોરવેલ છે પરંતુ ચાર બોરવેલમાં મોટર નથી, પાંચસો ની વસ્તી પર એક સિંગલ ફેજ મોટર ચાલુ છે.
ઝઘડિયા તાલુકાના ધોળાકુવા ગ્રામ પંચાયત ના તાબા હેઠળના અંધાર કાચલા ગામમાં આશરે ૫૦૦ ની વસ્તી છે, જેમને પાણીની સમસ્યા હોય એક માસ પહેલા ઝઘડિયા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી પરંતુ તેનો કોઈ નિરાકરણ આજદિન સુધી આવ્યું નથી,
આજરોજ તેમણે તેમની રજૂઆતમાં જણાવ્યું છે કે ધોળાકુવા ગ્રામ પંચાયતના અંધાર કાચલા ગામની વસ્તી આશરે ૫૦૦ જેટલી થાય છે, અંધાર કાચલા માં હાલમાં પાંચ બોરવેલ છે, પરંતુ તે બોરમાં મોટરની સુવિધા નથી જેથી લોકોને સમયસર પાણી મળતું નથી, સરકારી ધારાધોરણ મુજબ એક વ્યક્તિને દૈનિક ૪૦ લીટર પાણીની જરૂરિયાત હોય તેમ છતાં અંધાર કાચલા ગામમાં તેમના સરપંચ દ્વારા પાણીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી નથી, વધુમાં તેમણે જણાવ્યું હતું કે અંધાર કાચલા ગામમાં મહિલા સરપંચ છે તેમ છતાં તેમનો પતિ વહીવટ કરે છે અને તેના દ્વારા પાણીની મોટરો રીપેરીંગ કરવાના બહાને લઈ જઈ સગે વગે કરી આર્થિક ફાયદો મેળવેલ હોવાનો તેઓએ આક્ષેપ કર્યો છે અને જેના કારણે અંધાર કાચલા ગામમાં ફક્ત હાલમાં એક જ સિંગલ ફેઝ મોટર ચાલુ છે જેથી લોકોને પાણીની તંગી ખુબ જ સતાવી રહી છે, ગ્રામજનોએ એક માસ અગાઉ ઝઘડિયા ના તાલુકા વિકાસ અધિકારીને અંધાર કાચલા ગામમાં પીવાના પાણીની થ્રી ફેઝ ૧૦ એચપી ની બોરવેલ માટેની પ્રાથમિક સુવિધા મળે તે બાબતે રજૂઆત કરી હતી પરંતુ આજે તે રજૂઆતને એક માસ થવા આવ્યો હોવા છતાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા પાણીના પ્રશ્ન બાબતે કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી.
ઈરફાન ખત્રી
રાજપારડી


