BHARUCHBHARUCH CITY / TALUKO

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ધ્વારા જંબુસર તાલુકાના માસર રોડ ગામે સ્કીલ તાલીમ કેન્દ્રનો શુભારંભ કરાયો

સમીર પટેલ, ભરૂચ

જંબુસરની પી.જી.પી ગ્લાસ કંપનીના સી.એસ.આર સહયોગ હેઠળ જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ધ્વારા જંબુસર તાલુકાના માસર રોડ ગામે બહેનોને સ્વરોજગારી પ્રાપ્ત કરવાના હેતુથી આસીસ્ટન્ટ ડ્રેસ મેકર તેમજ બ્યુટી કેર આસીસ્ટન્ટની તાલીમનુ ઉદઘાટન ગામના આગેવાનશ્રી આંનદભાઈ પરમાર, પી.જી.પી ગ્લાસ લીમીટેડના શ્રી ચેતનભાઈ પટેલ તથા શ્રી તુષારભાઈ દિક્ષીતની પ્રેરક ઉપસ્થિતીમાં જે.એસ.એસના નિયામકશ્રી ઝયનુલ સૈયદ ધ્વારા દિપ પ્રગટાવી ઉદઘાટન કરાયુ હતુ તેમણે બહેનોને સંબોધતા જણાવ્યુ હતુ કે ભારત સરકારનાં કૌશલ્ય વિકાસ મંત્રાલયનાં માર્ગદર્શન હેઠળ આ સંસ્થા ધ્વારા NCVET એપ્રુવ્ડ અભ્યાસક્રમોની થીયરી અને પ્રેકટીકલ તાલીમ આપવામાં આવે છે અને તાલીમનાં અંતે બાહ્ય મુલ્યાંકન પધ્ધતિ ધ્વારા તાલીમાર્થીઓનું એસેસમેન્ટ કરવામાં આવે છે. અભ્યાસ દરમ્યાન ૮૦% હાજરીનું પણ એટલુજ મહત્વ છે જેથી તમામ બહેનોને રેગ્યુલર હાજર રહી તાલીમ પ્રાપ્ત કરી આત્મનિર્ભર બનવા જણાવ્યુ હતુ અને સંસ્થા ધ્વારા તાલીમાર્થીઓને જરૂરી ટીચીંગ લર્નીગ મટીરીયલ ઉપલ્બ્ધ કરાયુ હતુ. આ પ્રસંગે જે.એસ.એસના ટ્રેનર ફાલ્ગુનીબેન પટેલ તેમજ ધરતીબેન પટેલ ઉપસ્થીત રહ્યા હતા. જે.એસ.એસના ફિલ્ડ કો-ઓર્ડીનેટર શ્રીમતી ક્રિષ્નાબેન કઠોલીયાએ તાલીમની વિગતો પૂરી પાડી હતી અને કંપનીના અધીકારીશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!