BHARUCH

ભરૂચ જિલ્લામાં ‘જનકલ્યાણ શિબિર’ યોજાઈ…

 

 

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

પત્રકાર પ્રતિનિધિ

 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે ભરૂચ જિલ્લામાં ૧૨ થી ૨૦ જૂન દરમિયાન વિવિધ જિલ્લાના વિવિધ તાલુકાઓના ગ્રામ્ય કક્ષાએ જિલ્લા પંચાયત બેઠક દીઠ ‘જનકલ્યાણ શિબિર’નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

 

ભરૂચ નગરપાલિકા દ્વારા રોટરી કલબ ખાતે આયોજિત જનકલ્યાણ શિબિરમાં મહાનુભાવોને હસ્તે આયુષ્માન વય વંદના યોજના, ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના વગેરે યોજનાના લાભાર્થીઓને લાભ વિતરણ કરાયું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિતોને વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રમુખ યોજનાઓની માહિતી મેળવવા તેમજ અરજી કરવા માટે અને અન્ય સરકારી સેવાઓ માટે વિભાગોના આધાર કાર્ડને લગતી સેવાઓ, વિવિધ દાખલાઓ કઢાવવાની સેવાઓના સ્ટોલ સહિતના વિવિધ સ્ટોલ પણ તૈયાર કરવામાં આવ્યાં હતાં જેમાં આરોગ્ય કેમ્પમાં ગ્રામજનોને આરોગ્ય તપાસ સુવિધા આપવામાં આવી હતી તેમજ મફત કાનૂની સહાય અંગે જાગૃતિ અર્થે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા સ્ટોલ તૈયાર કરવામાં આવ્યો હતો.

 

આ તકે નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્વસિંહ વસાવા, નગરપાલિકા મુખ્ય અધિકારી હરિશચંદ્વ અગ્રવાલ, નગરપાલિકા ઉપપ્રમુખ સહિત તાલુકા તથા સ્થાનિક પદાધિકારીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં

હતાં.

Back to top button
error: Content is protected !!