
ઝઘડિયા જીઆઇડીસી વીજ કંપનીમાં ફરજ બજાવતા જુનિયર એન્જિનિયર ની બાઇકને હાઇવા ચાલેકે ટક્કર મારી.
હાઇવા ટ્રકના વ્હિલ જુનિયર એન્જિનિયર ના પગ પરથી ફરી વળતા ગંભીર ઈજાઓ પહોંચી
ઝઘડિયા જીઆઇડીસી માં આવેલ ૨૨૦ કેવી સબ સ્ટેશનમાં કુંવરજીભાઈ છીડીયાભાઈ વસાવા જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે, ગત રવિવારના રોજ તેઓ સાંજે સાત વાગ્યાના અરસામાં ઝઘડિયા બજારમાં તેમની બાઇક લઈને ગયા હતા, ત્યારે તેઓ તેમના ઘર ગોકુળ નગર ખાતે પરત ફરતા હતા ત્યારે ઝઘડિયા ચોકડી થી પસાર થતી વેળા એક હાઇવા ચાલકે કુવરજીભાઈ ની બાઈક ને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો, જેથી કુંવરજીભાઈ રોડ ઉપર પડી ગયેલ તે વખતે તેમના બંને પગ ઉપર હાઇવાનું વ્હિલ ફરી વળતા તેમના બંને પગમાં ઇજાઓ થયેલ અને તેમની બાઇકને પણ નુકસાન થયું હતું, આજુબાજુના લોકો દોડી આવતા હાઇવા ચાલકને સ્થળ પર જ પકડી પાડેલ ત્યારબાદ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ હતા, અકસ્માતની ઘટના બાબતે કુંવરજીભાઈ છીડીયાભાઈ વસાવા એ જાતે જ ઝઘડિયા પોલીસ મથકમાં હાઇવા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ઈરફાનખત્રી
રાજપારડી



