BANASKANTHAGUJARATPALANPUR

આદર્શ હાઈસ્કૂલ, વિસનગર ખાતે ગુરુ વંદના કાર્યક્રમ ઉજવાયો

9 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
ભારત વિકાસ પરિષદ, વિસનગર દ્વારા આદર્શ હાઈસ્કૂલ, વિસનગર ખાતે “ગુરુ વંદન છાત્ર અભિનંદન” કાર્યક્રમ ઉજવાયો.આ કાર્યક્રમમાં ભા.વિ.પરિષદના પ્રમુખશ્રી ડો.જયેશભાઈ શુક્લા, મંત્રીશ્રી હર્ષદભાઈ પટેલ, પ્રોજેક્ટ ચેરમેન હરેશભાઈ વ્યાસ, ખજાનચી રીતેશભાઈ મોદી તથા ગુજરાત મસાલાવાળા બળવંતસિંહ બાપુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ભારત વિકાસ પરિષદની પરંપરા અનુસાર કાર્યક્રમની શુભ શરૂઆત વંદે માતરમ ગાનથી કરવામાં આવી હતી. સ્કૂલની બાલિકાઓ દ્વારા સુંદર પ્રાર્થના રજૂ કર્યા બાદ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. સ્કૂલના આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરીએ સૌનું શબ્દ પુષ્પોથી સ્વાગત કરી બુક દ્વારા સન્માનિત કર્યા હતા. પ્રાસંગિક પ્રવચનમાં પ્રમુખશ્રી ડો.જયેશભાઈ શુક્લાએ ભારત વિકાસ પરિષદની વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. તેમજ મંત્રી શ્રી હર્ષદભાઈ પટેલે ગુરુ મહિમા વિશે વિસ્તૃત સમજ આપી બાળકોને મૂલ્યલક્ષી વાર્તા પણ કહી હતી. આ સાથે દરેક ધોરણમાં પ્રથમ નંબર આવનાર વિદ્યાર્થીઓને તથા જિલ્લા અને રાજ્ય કક્ષાએ રમતગમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને ભારત વિકાસ પરિષદના સભ્યોએ પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા. તથા સ્કૂલના શિક્ષિકા શ્રીમતી વર્ષાબેન ચૌધરી, શ્રીમતી હેતલબેન ચૌધરી અને શિક્ષક ધર્મેન્દ્રભાઈ ડાંગર ને તેમની વિશિષ્ટ કામગીરી બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા. છેલ્લે ગુરુ દક્ષિણા રૂપે પ્રોજેક્ટ ચેરમેન શ્રી હરેશભાઈ વ્યાસે સૌ વિદ્યાર્થીઓને રાષ્ટ્રભાવના, પ્રમાણિકતા અને સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા. અંતમાં ભા.વિ. પરિષદ દ્વારા સૌ વિદ્યાર્થીઓને ચોકલેટ ખવડાવી મો મીઠું કરી કાર્યક્રમ સંપન્ન કર્યો હતો.

Back to top button
error: Content is protected !!