BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ: દવાઓના ઓનલાઈન વેચાણના વિરોધમાં કેમિસ્ટો હડતાળના માર્ગે, મોટાભાગના મેડિકલ સ્ટોર્સ બંધ રહ્યા

સમીર પટેલ, ભરૂચ

 

ભરૂચમાં દવાઓના ઓનલાઈન વેચાણ અને ભારે ડિસ્કાઉન્ટના વિરોધમાં કેમિસ્ટોએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું જેમાં મોટાભાગના મેડિકલ સ્ટોર્સ બંધ રહ્યા હતા

ભરૂચમાં આંદોલન કેમિસ્ટ એસો.દ્વારા વિરોધ
દેશવ્યાપી હડતાળમાં કેમિસ્ટ જોડાયા, દવાઓના ઓનલાઈન વેચાણનો વિરોધ, મોટાભાગના મેડિકલ સ્ટોર્સ થયા બંધ

ભરૂચમાં દવાઓના ઓનલાઈન વેચાણ અને ભારે ડિસ્કાઉન્ટના વિરોધમાં કેમિસ્ટોએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું જેમાં મોટાભાગના મેડિકલ સ્ટોર્સ બંધ રહ્યા હતા
ભરૂચ જિલ્લામાં આજે દવાઓના ઓનલાઇન વેચાણ અને ભારે ડિસ્કાઉન્ટના વિરોધમાં કેમિસ્ટોએ 24 કલાકની હડતાળ પાળી છે. All India Organisation of Chemists and Druggists દ્વારા આપવામાં આવેલા દેશવ્યાપી બંધના એલાનને સમર્થન આપતાં જિલ્લાના તમામ મેડિકલ સ્ટોર્સ બંધ રહ્યા હતા.કેમિસ્ટોનું કહેવું છે કે ઓનલાઇન ઇ-ફાર્મસી કંપનીઓ યોગ્ય નિયંત્રણો વિના દવાઓનું વેચાણ કરી રહી છે, જેના કારણે પરંપરાગત મેડિકલ સ્ટોર્સનો વ્યવસાય ગંભીર અસર હેઠળ આવ્યો છે. સાથે જ ભારે ડિસ્કાઉન્ટના કારણે નાના વેપારીઓ માટે સ્પર્ધા કરવી મુશ્કેલ બની રહી છે.હડતાળમાં જોડાયેલા વેપારીઓએ ચિંતા વ્યક્ત કરી કે ઓનલાઇન માધ્યમથી નકલી અને બિનપ્રમાણિત દવાઓનું વેચાણ વધતું જઈ રહ્યું છે, જે દર્દીઓની સુરક્ષા માટે મોટો ખતરો બની શકે છે. તેઓએ સરકાર પાસે ઇ-ફાર્મસી માટે કડક નિયમો અને યોગ્ય દેખરેખની માંગણી કરી છે.હડતાળના કારણે આજે ભરૂચ શહેર તેમજ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં લોકોને દવાઓ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે ઇમરજન્સી સેવાઓ માટે કેટલીક જગ્યાએ મર્યાદિત વ્યવસ્થા રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Back to top button
error: Content is protected !!