BHARUCHNETRANG

નેત્રંગ નગરની પ્રાથમિક કુમાર અને કન્યા શાળા ખાતે ભૂલકાંઓને શાળામાં ઉમંગભેર પ્રવેશ કરાવતા નેત્રંગ સરકારી કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર…

 

 

બ્રિજેશ પટેલ, ભરૂચ

પત્રકાર પ્રતિનિધિ

 

‘પ્રગતિનો પ્રવેશોત્સવની થીમ સાથે રાજ્યભરમાં આજથી ત્રિ – દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૬ પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત  નેત્રંગ તાલુકામાં પણ ઉલ્લાસભેર શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો પ્રારંભ થયો છે ત્યારે નેત્રંગ નગરના ગાંધી બજાર વિસ્તારમાં આવેલ પ્રાથમિક કુમાર અને કન્યા શાળા ખાતે નેત્રંગ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ.જયશ્રીબેન દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ ૧ થી ૮ના ભૂલકાંઓ તેમજ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શાળામાં ઉલ્લાસભેર પ્રવેશ કરાવાયો હતો. તેમજ વિવિધ શૈક્ષણિક ક્ષેત્રે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ પરિણામ લાવનાર વિધાર્થીઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ ઉપસ્થિત મહેમાનોના હસ્તે પી.એમ.શ્રી પ્રાથમિક કન્યા શાળા ખાતે સ્પોટ રૂમનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

 

આ પ્રસંગે નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ મગનભાઇ વસાવા, ઉપપ્રમુખ નયનાબેન પ્રજાપતિ, જિલ્લા પંચાયત સભ્ય ગૌતમભાઈ વસાવા, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય વર્ષાબેન દેશમુખ, નેત્રંગ ગ્રામ પંચાયત સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખ, સ્નેહલકુમાર પટેલ, માજી સરપંચ બાલુભાઈ વસાવા, ખ્યાતિબેન ચિરાગભાઈ સોની, સુરેશભાઈ પંચાલ, કુમાર શાળાના આચાર્ય અનિતાબેન વસાવા, કન્યા શાળાના આચાર્ય પિયુષભાઈ પટેલ, શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, શાળા સમિતિના સભ્યો અને પ્રબુદ્ધ ગ્રામજનોએ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દીની શરૂઆતના સાક્ષી બન્યા હતા.

Back to top button
error: Content is protected !!