જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ધ્વારા ૮૦માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે સ્વાતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ તિરંગા યાત્રાનું આયોજન કરાયું તેમજ પ્રમાણપત્ર વિરતણ કરાયાં.

સમીર પટેલ, ભરૂચ
ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય ધ્વારા સ્થાપિત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ધ્વારા રોટરી કલબ ઓફ ભરૂચ હેરીટેજ સાથે સંકલનમાં ૮૦માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે જે.એસ.એસના નિયામકશ્રી અને રોટરી પ્રમુખ ઝયનુલ આબેદીન સૈયદ તથા જે.એસ.એસનાં સ્ટાફ સભ્ય તથા બોર્ડ સભ્ય ઈન્દિરાબેન રાજ મુખ્ય મહેમાંપદે ઉપસ્થિત રહ્યા હતા અને બહેનોને માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતું. સંસ્થાનનાં અધ્યક્ષ એડવોકેટ ફિરદોસબેન મન્સુરીએ સ્વાતંત્ર પર્વ પ્રસંગે તમામને સ્વતંત્રતા માટે બલીદાન આપનાર આપણા વિર જવાનોને યાદ કરી આ કાર્યક્રમમાં સહભાગી થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. સ્કીલ તાલીમ પૂર્ણ કરનાર બહેનોને પ્રમાણપત્રો વિતરણ કરાયા હતા. આ પ્રસંગે જેએસએસનાં પ્રોગ્રામ લાઈવલીહુડ કોઓર્ડિનેટર શ્રીમતી ક્રિષ્ણાબેન કઠોલીયાએ બહેનોને પોસ્ટ ટ્રેનીંગ ઉપલબ્ધ યોજનાઓ વગેરેની માહીતી પૂરી પાડી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હેતલ પટેલે કર્યુ હતુ.




