BHARUCHJHAGADIYA

ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે મહાકાય પીપળાનું વૃક્ષ ધરાશયી થતાં એક વ્યક્તિનું મોત થયું એક ઇજાગ્રસ્ત થયો

ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે મહાકાય પીપળાનું વૃક્ષ ધરાશયી થતાં એક વ્યક્તિનું મોત થયું એક ઇજાગ્રસ્ત થયો

ગતરોજ મોડી રાત્રે ભારે પવન સાથે ધોધમાર વરસાદ ઝઘડિયા પંથકમાં ખાબક્યો હતો

 

ઝઘડિયા પંથક સહિત સમગ્ર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ૨૨ મી જૂન ના રોજ સમયસર વરસાદનું આગમન થયું હતું, મોડી રાત્રે આશરે ૧૨ વાગ્યાના અરસામાં ખૂબ ભારે તોફાની પવન સાથે મેઘરાજા નું આગમન થવા પામ્યું હતું, ભારે પવનના પગલે નાનું મોટું નુકસાન પણ ઝઘડિયા પંથકમાં થવા પામ્યું હતું. આજરોજ વહેલી સવારે ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે એક મહાકાય પીપળો ધરાશાયી થયો હતો, આ પીપળો ધરાશાયી થતાં બે ઇસામો ઉપર પડ્યો હતો જેના પગલે બંને ઈસમો ગંભીર રીતે ઘવાયા હતા, ઘવાયેલા દીપક રેવાદાસ વસાવા તથા રમેશ ઈશ્વરભાઈ વસાવા બંનેને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન રમેશભાઈ ઈશ્વરભાઈ વસાવા ઉંમર વર્ષ આશરે ૫૦ નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે દીપકભાઈ ને સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા,

 

ઈરફાન ખત્રી

રાજપારડી

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button