BHARUCHBHARUCH CITY / TALUKO
મેળાના દિવસો દરમ્યાન શુકલતીર્થ ગ્રામ પંચાયતની હદમાં કોઈ પણ વ્યકિતએ કોઈ પણ પ્રકારનું દારૂખાનું ફોડવું પર પ્રતિબંધ મૂકતું જાહેરનામુ પ્રસિદ્ધ
***
ભરૂચ – રવીવાર -ભરૂચ તાલુકાનાં મોજે.શુકલતીર્થ ગામે તા.૧૨/૧૧/૨૦૨૪ થી તા.૧૮/૧૧/૨૦૨૪ દરમ્યાન પ્રતિ
વર્ષની કાર્તિકી પૂનમનો જાહેર મેળો ભરાય છે. આ મેળામાં ઘણી મોટી સંખ્યામાં લોકો એકત્રીત થશે અને ઘાસ, કામળા,
વાંસ વિગેરેથી માંડવા તૈયાર કરવામાં આવશે. જેથી ઉપરોકત દિવસો દરમ્યાન શુકલતીર્થ ગામની હદમાં દારૂખાનું ફોડવા
પર પ્રતિબંધ મુકવાનું આવશ્યક જણાય છે. આથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ભરૂચ સને-૧૯૫૧ નાં ગુજરાત પોલીસ
અધિનિયમની કલમ-૩૩(૧)(યુ) અન્વયે મળેલ સત્તાની રૂ એ, ઉપરોકત મેળાના દિવસો દરમ્યાન શુકલતીર્થ ગ્રામ
પંચાયતની હદમાં કોઈ પણ વ્યકિતએ કોઈ પણ પ્રકારનું દારૂખાનું ફોડવું નહિ.
આ હુકમનું ઉલ્લંઘન કરનાર ઉકત કાયદાની કલમ-૧૩૧ પ્રમાણે સજા અને દંડને પાત્ર થશે.તેમ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ
ભરૂચ તરફથી મળેલી અખબારી યાદી માં જણાવામાં આવ્યું હતુ.