BHARUCHJHAGADIYA

રાજપારડી: ડી.પી. શાહ વિદ્યામંદિરના વિદ્યાર્થીઓનો HSC બોર્ડ પરીક્ષામાં શાનદાર પ્રદર્શન, પરવીનબાનુ બલૂચી પ્રથમ ક્રમે

રાજપારડી: ડી.પી. શાહ વિદ્યામંદિરના વિદ્યાર્થીઓનો HSC બોર્ડ પરીક્ષામાં શાનદાર પ્રદર્શન, પરવીનબાનુ બલૂચી પ્રથમ ક્રમે

 

ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે આવેલી શ્રીમતી ડી.પી. શાહ વિદ્યામંદિર શાળાએ ધોરણ 12 (કોમર્સ પ્રવાહ) બોર્ડ પરીક્ષા-2026માં ઉત્કૃષ્ટ પરિણામ નોંધાવી શાળાનું નામ રોશન કર્યું છે.શાળાના આ વર્ષના પરિણામમાં વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રદર્શન કર્યું છે, જેમાં ખાસ કરીને વિદ્યાર્થીની પરવીનબાનુ ઇમરાનખાન બલૂચીએ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. પરવીનબાનુએ કુલ 700 માંથી 641 ગુણ મેળવી 99.08 પર્સન્ટાઇલ સાથે A1 ગ્રેડ મેળવ્યો છે અને શાળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.વિદ્યાર્થીનીના આ ઉત્તમ પરિણામથી શાળા પરિવાર સહિત સમગ્ર વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પરવીનબાનુએ પોતાના આ સફળતાનું શ્રેય માતા-પિતા, શિક્ષકો અને સતત મહેનતને આપ્યું છે.શાળાના અન્ય વિદ્યાર્થીઓએ પણ સારું પ્રદર્શન કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે. પરિણામ જાહેર થતાં જ શાળાના આચાર્યશ્રી, શિક્ષકમંડળ અને સ્ટાફ દ્વારા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.શાળાના આચાર્યશ્રીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની મહેનત, શિક્ષકોનું માર્ગદર્શન અને માતા-પિતાના સહકારથી આ પરિણામ શક્ય બન્યું છે. ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓ આવી જ રીતે આગળ વધે તે માટે શાળા દ્વારા સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવશે.આ પ્રસંગે શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી અને તેમના આગામી શૈક્ષણિક જીવનમાં વધુ સફળતા પ્રાપ્ત કરે તેવી કામના વ્યક્ત કરવામાં આવી હતી.

ઈરફાન ખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!