THARADVAV-THARAD

ભારતીય જનતા પાર્ટી થરાદ રાહ તાલુકાના અનુ જાતિ મોરચા મંડળ દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખનું સન્માન

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

 

વાવ-થરાદ જિલ્લો બન્યા બાદ પ્રથમ વખત દલિત સમાજમાંથી જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે ચૂંટાયેલા રત્નીબેન હરચંદભાઈ પરમારનું ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા થરાદ તાલુકા અને રાહ તાલુકાના મંડળના આગેવાનો તેમજ કાર્યકરોએ આત્મીય સન્માન કર્યું હતું.

આ પ્રસંગે મોરચાના આગેવાનો અને કાર્યકરોએ રત્નીબેન પરમારને શુભેચ્છાઓ પાઠવી તેમના નેતૃત્વ હેઠળ જિલ્લાના વિકાસ અને જનકલ્યાણના કાર્યોને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરી હતી.

રત્નીબેન હરચંદભાઈ પરમારે સન્માન બદલ સૌનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “આ જીત માત્ર મારી વ્યક્તિગત જીત નથી, પરંતુ સમગ્ર દલિત સમાજ અને જનસામાન્યના વિશ્વાસની જીત છે. આપ સૌના પ્રેમ, સ્નેહ અને વિશ્વાસ બદલ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આપના સહકાર અને આશીર્વાદથી સમાજ સેવા તથા જનકલ્યાણના કાર્યોમાં વધુ ઉત્સાહ અને સમર્પણ સાથે કાર્ય કરતી રહીશ.”

કાર્યક્રમ દરમિયાન ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના આગેવાનો, કાર્યકરો અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.

Back to top button
error: Content is protected !!