BHARUCHNETRANG

ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ ડીમ્પલબેન રાજના અધ્યસ્થાને વાલિયા તાલુકાના ડહેલી ગામે શાળામાં યોજાયો પ્રવેશોત્સવ…

બ્રિજેશ પટેલ, ભરૂચ

પત્રકાર પ્રતિનિધિ

પ્રગતિનો પ્રવેશોત્સવ એટલે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૬ અંતર્ગત આજે વાલિયા તાલુકાના ડહેલી માધ્યમિક શાળામાં જિલ્લા પંચાયત પ્રમુખ ડીમ્પલબેન વિક્રમસિંહ રાજના અધ્યક્ષસ્થાને પ્રવેશોત્સવ યોજાયો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ડીમ્પલ રાજે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. શાળામાં વિદ્યાર્થીઓને પ્રથમક્રમ મેળવનાર, અને અન્ય તેજસ્વી વિધાર્થીઓને મહાનુભાવોના હસ્તે ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

આ તકે જિલ્લા પંચાયત સભ્ય સેવંતુભાઈ વસાવા, શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, શાળા સમિતિના સભ્યો, ગ્રામ સરપંચ અને પ્રબુદ્ધ ગ્રામજનોએ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દીની શરૂઆતના સાક્ષી બન્યા હતા.

Back to top button
error: Content is protected !!