BHARUCHNETRANG

નેત્રંગ : ભૂલકાંઓને શાળામાં ઉમંગભેર પ્રવેશ કરાવતા પોલીસ મહાનિરીક્ષક (વહીવટ) ગાંધીનગર ગગનદીપ ગંભીર..

 

બ્રિજેશ પટેલ, ભરૂચ

પત્રકાર પ્રતિનિધિ

 

શિક્ષણના સૌથી મોટા ઉત્સવ સમાન એવા ત્રિ – દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૬ના સતત બીજા દિવસે પણ નેત્રંગ તાલુકામાં ઉમંગભેર પ્રારંભ થયો છે.

 

ભરૂચ જિલ્લામાં નેત્રંગ તાલુકાની પ્રા.શા.મૌઝા, સરકારી માધ્યમિક/ઉ.મા.શાળા મૌઝા અને સંસ્કાર ગુર્જરી વિદ્યામંદિર ચાસવડ ખાતે પોલીસ મહાનિરીક્ષક (વહીવટ) ગાંધીનગર ગગનદીપ ગંભીર(IPS) દ્વારા બાલવાટિકા અને ધોરણ ૯ તેમજ ધોરણ – ૧૧ના ભૂલકાંઓને શૈક્ષણિક કીટ આપી શાળામાં ઉલ્લાસભેર પ્રવેશ કરાવ્યો હતો. રાજ્ય સરકાર વતી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં સહભાગી થતાં પોલીસ મહાનિરીક્ષકે શાળાના કાર્યકરોની સરાહનીય તૈયારીઓને બિરદાવી હતી. આ તબક્કે નેત્રંગ પોલીસ ઇન્સ્પેક્ટર વી.એસ.વણઝારા, બી.આર.સી કોઓર્ડિનેટ, શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, શાળા સમિતિના સભ્યો, ગામના અગ્રણી મુકેશભાઈ પટેલ અને પ્રબુદ્ધ ગ્રામજનોએ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દીની શરૂઆતના સાક્ષી બન્યા હતા.

Back to top button
error: Content is protected !!