BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષતામાં ભરૂચ તાલુકાની ત્રણ શાળાઓમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો

જિલ્લા કલેકટરશ્રીએ SMCના સભ્યો સાથે બેઠક કરી શાળામાં ઉપલબ્ધ વ્યવસ્થા બાબતે ચર્ચા વિચારણા કરી જરૂરી સૂચનો કર્યા
*”**
શાળાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી વિદ્યાર્થીઓને અપાતા શિક્ષણની ગુણવત્તા ચકાસતા જિલ્લા કલેકટરશ્રી
**
     ભરૂચ- બુધવાર-  સરકારશ્રી દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવશોત્સવ -૨૦૨૪ અંતર્ગત રાજ્યમાં ૧૦૦% નામાંકનના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે ધોરણ-૦૧ અને બાલવાટિકામાં પ્રવેશપાત્ર બાળકો તેમજ ધોરણ-૦૯ અને ધોરણ ૧૧ના વિદ્યાર્થીઓ એક સાથે જ પ્રવેશ મેળવે તેવા ઉમદા અભિગમથી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવશોત્સવ -૨૦૨૪નો કાર્યક્રમની સમગ્ર રાજ્યની સાથે ભરૂચ જિલ્લા ખાતે પણ આજથી શુભારંભ થયો હતો.
   જિલ્લા કલેકટરશ્રી તુષાર સુમેરાએ ભરૂચ જિલ્લાની પ્રાથમિક શાળા વાહલુ, મિશ્ર શાળા દેરોલ અને સાર્વજનિક વિદ્યાલય દેરોલ એમ ત્રણ જેટલી શાળાઓ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં ભાગ લીધો હતો. વહેલી સવારે પ્રાથમિક શાળા વાહલુ, ત્યારબાદ મિશ્ર શાળા દેરોલ અને સાર્વજનિક વિદ્યાલય દેરોલ એમ ત્રણ શાળાઓ ખાતે જિલ્લા કલેકટરશ્રીની ઉપસ્થિતિમાં ઢોલ નગારાં અને કુમકુમ તિલક કરી બાળકોને ઉમળકાભેર આવકાર આપવામાં આવ્યો હતો. સ્ટેજ પરના ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં આંગણવાડી, બાલવાટિકાના બાળકો અને ધોરણ-૦૧ બાળકોને તેમજ ધોરણ ૧૧ ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરીને ઉપસ્થિત મહાનુભાવોએ પ્રવેશ અપાવ્યો હતો.
      શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના છાત્રો દ્વારા કરવામાં હતું. નેશનલ મેરિટ કમ એન્ટ્રન્સ એક્ઝામ સાથે અન્ય પરીક્ષાઓમાં કરેલા સારા પ્રદર્શન માટે અને શાળા કક્ષાના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહન ઈનામ આપવામા આવ્યુ હતું.
     શિક્ષણને લગતી યોજનાઓ જેવી કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના, રક્ષા શક્તિ, નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાઓ વગેરે જેવી યોજનાઓથી ગામલોકોને અવગત કરવામાં આવ્યા હતા.
         ભરૂચ જિલ્લા કલેકટરશ્રી તુષાર સુમેરાએ આ પ્રસંગે કહ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવમાં આજે અનેક જિંદગીઓ શિક્ષણના પ્રથમ સોપાનમાં પ્રવેશ લઈ રહી છે. શિક્ષણથી કેટલાય લોકો ભવિષ્યમાં દેશને ચલાવતા અને દેશને ગૌરવ અપાવતા લોકો બની શકે તેવી શક્યાતાઓ રહેલી છે. ભારત દેશના કોઈ પણ વ્યક્તિને કોઈ પણ હોદ્દા અને કોઈ પણ જગ્યા સુધી પહોંચી શકે તેવી જેને સમાન તકો સાથે મોકળું મેદાન મળ્યું છે. એ જ બાબત ભારત દેશના નાગરિક હોવાનું આપણને ગર્વ અપાવે છે. એટલે જ આપણે સૌએ એક વિચારે એક દેશ બનાવવો છે.
           કાર્યક્રમને અંતે છોડમાં રણછોડની અનુભૂતિ થાય અને કાર્યની સિદ્ધિ માટે મહાનુભાવો હસ્તે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું. જિલ્લા કલેકટરશ્રીની દ્નારા પ્રાથમિક શાળા વાહલુ, મિશ્ર શાળા દેરોલના શાળા પરિસરની મુલાકાત લઈ મધ્યાહન ભોજન, શૌચાલય વગેરે સુવિધાઓ ચકાસી નિરિક્ષણ કર્યું હતું.
             જ્યારે વર્ગખંડમાં બાળકોને અપાતા ગુણવત્તાયુક્ત શિક્ષણકાર્યની પણ સમીક્ષા કરી હતી. જિલ્લા સમાહર્તાશ્રી વિવિધ વિભાગોની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો અને શાળાનાં બાળકો સાથે હળવાશની પળો માણતા જોવા મળ્યા.
 શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો જોડે મીટીંગ યોજી હતી. શાળામાં ઉપલબ્ધ વ્યવસ્થા અને શિક્ષણ બાબતે સુચારુ માર્ગદર્શન આપ્યુ હતું. શિક્ષણ સાથે ઇતર પ્રવૃત્તિઓમાં વાલીઓ અને કમીટી સભ્યો પણ પોતાના સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.
       શાળાના શિક્ષકો જોડે બેઠક  કરી વિદ્યાસહાયક તરીકેના કાર્યકાળના સંભારણા તાજા કર્યા હતા. શિક્ષણકાર્યને ઈશ્વરે સોંપેલા ઉત્કૃષ્ટ કાર્ય સાથે સરખામણી કરી રચનાત્મક સૂચનો આપ્યા હતા. તમામ કામગીરી માટે ટીમ વર્કથી કામ કરી દેશનું ભવિષ્ય બનાવવાની જવાબદારી સ્વિકારી પોતાનું કામ પૂરા ખંતથી કરવાની હામ ભરી હતી.
             વધુમાં, કાર્યક્રમની સાથે – સાથે દેરોલ ખાતે આવેલી આંગણવાડીની મુલાકાત કરી હતી. આંગણવાડીમાં બાળકને મળતી તમામ સુવિધાઓની ચકાસણી કરી રસોડામાં બનાવેલો ખોરાક જાતે આરોગી ખોરાકની ગુણવત્તા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો કર્યો હતા.
             આ પ્રસંગે, જ્યુબિલન્ટ ભારતીય દ્રારા સામાજિક ઉત્તદાયિત્વ નિભાવણી હેતુ દેરોલ શાળા સાથે બીજી ૧૬ જેટલી શાળાના ૩૨૪ વિદ્યાર્થીઓ માટે શિક્ષણ કીટ આપી હતી.
         આ તબક્કે, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, સાર્વજનિક કેળવણી મંડળ દેરોલના હોદ્દેદારો, ભરૂચ મામલદાર શ્રીમતિ માધવી મિસ્ત્રી, વાહલુ ગામનાં સરપંચ, દેરોલ ગામના સરપંચ, સી. આર સી, શાળાનાં આચાર્ય અને શિક્ષક અને મોટી સંખ્યામાં વાલીઓ તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતાં.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button