BHARUCHJHAGADIYA

ઝઘડીયા સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ ખાતે મહિલા દિનની ઉજવણી કરવામાં આવી.

ઝઘડીયા સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ ખાતે મહિલા દિનની ઉજવણી કરવામાં આવી.

 

આજના દિને બ્રહ્માકુમારી સેન્ટર ઝઘડીયાના હેતલ દીદી દ્વારા મહિલાઓને મોટીવેટ કર્યા.

 

ઝઘડિયા સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ ખાતે મહિલા દિનની ઉજવણી નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઝઘડિયા બ્રહ્માકુમારી સેન્ટરના હેતલ દીદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત સૌ મહિલાઓને આજની મહિલા શુ છે તે બાબતે વિસ્તૃતમાં પ્રોત્સાહિત કર્યા હતા, તેમણે જણાવ્યું હતું કે મહિલા વિનાનો કોઈ દિવસ કે ઘર હોતું નથી, પરંતુ આજે મહિલાને જે માન કે સન્માન નથી મળતું તો તેના માટે મહિલાઓમાં એકતા જરૂરી છે, મહિલા મહિલાની સાથી બને, એકબીજાને સમજશે તો તેને કોઈ હરાવી નહીં શકે, ભારતીય સંસ્કૃતિમાં હંમેશા સ્ત્રીનું પ્રમુખ સ્થાન રહ્યું છે જેમ કે લક્ષ્મીનારાયણ, સીતારામ, રાધાકૃષ્ણ તો ફરીથી મહિલા ગરિમા પૂર્વક જીવન જીવે માટે એકબીજા સાથે તુલના, જેલસી, અભિમાન, સ્ત્રી સ્ત્રીની દુશ્મન ના બને તો ફરીથી મહિલા વિશ્વ નિયંતા બની શકે છે તેમ તેમણે જણાવ્યું હતું.

 

ઈરફાન ખત્રી

રાજપારડી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!