BHARUCHNETRANG

નેત્રંગ સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી…

 

બ્રિજેશ પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ

નેત્રંગ ખાતે આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ ખાતે આચાર્ય ડૉ.જી.આર.પરમારના માર્ગદર્શન હેઠળ તેમજ સાંસ્કૃતિક વિભાગના અધ્યક્ષ ડૉ.જ્યોતિ વૈષ્ણવ, સપ્ત ધારાના વિક્રમ ભરવાડ અને સમગ્ર કોલેજ પરિવારના સહયોગથી તા.૩ થી ૮ ઓગષ્ટ સુધી જનજાતિ ગૌરવ સપ્તાહનું આયોજન કરાયું હતું. જેના ભાગરૂપે ૮મી ઓગષ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી.

કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ કૉલેજના આચાર્યશ્રીએ સૌને આવકાર્યા હતા અને પ્રાસંગિક વક્તવ્ય રજૂ કર્યું હતું. મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત ડૉ.દિપક ભોયે, હેડ ઓફ ડિપારમેન્ટ ઓફ રૂરલ સ્ટડીસ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ત્યારબાદ કૉલેજના વિધાર્થીઓ દ્વારા વિવિધ આદિવાસી લોક નૃત્ય, લગ્ન ગીત, ડાન્સ, આદિવાસી છત્તીસગઢી નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા. કાશીરામભાઈ દ્વારા પોતાની કળા રજુ કરતા ગુજરીના સુરે ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કાર્યક્રમના અંતે આભાર વિધિ કરવામાં આવી હતી. ખૂબ મોટી સંખ્યામાં કોલેજના વિધાર્થીઓએ આ કાર્યક્રમને ઉત્સાહ પૂર્વક નિહાળી સફળ બનાવ્યો હતો.

Back to top button
error: Content is protected !!