ગુજરાત બોડીબિલ્ડિંગ સ્પર્ધામાં ભરૂચનું ગૌરવ વધારતા બી.કે પટેલે સિનિયર મેન ફિઝિક્સ માં ટોપ ટેન માં સ્થાન પ્રાપ્ત કર્યું..
સમીર પટેલ, ભરૂચ
21 ફેબ્રુઆરી ના ગુજરાત કેસરીના આયોજન હેઠળ ઓપન ગુજરાત બોડીબિલ્ડિંગ સ્પર્ધામાં આખા ગુજરાત ના લગભગ ૧૫૦૦ થી વધુ bodybuilder ઓ એ આ સ્પર્ધા માં ભાગ લીધો હતો. તેમાં આપડા ભરૂચ જિલ્લાનું ગૌરવ વધારતા બીકે પટેલએ સિનિયર મેન ફિઝિક્સ માં ટોપ ટેન માં સ્થાન પ્રાપ્ત કરી ભરૂચ ના માનસન્માન માં વધારો કર્યો છે. બીકે પટેલ એ જણાવ્યું હતું કે આગામી દિવસો માં ભરૂચ તરફ થી mr.india બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ભરૂચનુ નેતૃત્વ કરી હજી વધુ મેહનત કરીને આગળ ભરૂચનું નામ રાષ્ટ્રકક્ષાએ બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં પણ લાવવાનો પ્રયત્ન કરશે.
સિનિયર મેન ફિઝિક્સ ઓપન ગુજરાત બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં ભરૂચના પ્રતિક પટેલ ઉર્ફ બીકે પટેલે ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું.
“ગત થોડાક જ઼ દિવસો પેહલા બારડોલી રોડ સ્ટેટ કચ્છી પટેલની વાડીમાં IBF સાઉથ ગુજરાત બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં આ યુવા ખેલાડીએ નોંધપાત્ર સિદ્ધિ હાસિલ કરી હતી. મેન ફિઝિક્સ કેટેગરી માં શાનદાર પ્રદર્શન કરી ને ટોપ 05માં સ્થાન મેળવવામાં સફળતા મેળવી હતી. ઓપન ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશિપ આયોજિત સિનિયર મેન ફિઝિક્સ સહિત અને જુનિયર સિનિયર કેટેગરી માં બોડી બિલ્ડીંગ સ્પર્ધાનું ભવ્ય આયોજન 21 ફેબ્રુઆરીના રોજ ભક્તિનગર સર્કલ રાજકોટમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાના સિનિયર મેન ફિઝિક્સ ઓપન ગુજરાત બોડી બિલ્ડીંગમાં 10 મો નંબર લાવી ભરૂચના પ્રતિક પટેલ ઉર્ફ બી.કે પટેલે ફરીથી એકવાર ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે. આ સિદ્ધિ માત્ર બી.કે પટેલ માટે જ નહીં પરંતુ સમગ્ર ભરૂચ જિલ્લા માટે ગૌરવની ક્ષણ બની રહી છે.