BHAVNAGARPALITANA

પાલીતાણા ખાતે યુથ કોંગ્રસે ની બે દિવસીય યુવા ક્રાંતિ તાલીમ શિબિરની શરુઆત થઈ.

પાલીતાણા ખાતે ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ દ્વારા આયોજીત બે દિવસીય ‘યુવા ક્રાંતિ’ શિબિરની શરૂઆત થઈ હતી. જેમા યુવા કોંગ્રેસના પ્રદેશના હોદેદારો, જીલ્લા પ્રમુખો,વિધાનસભાના પ્રમુખોને કોંગ્રેસની વિચારધારા વિષે મહત્વપુર્ણ માહિતી આપાઈ હતી.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ કહ્યું હતુ કે, દેશમાં નફરતની રાજનીતિ વર્તમાન સરકાર ફેલાવી રહી છે. આ બધી અનૈતીક તાકાતો સામે લડવા માટે કોંગ્રેસની વિચારધારાની ખૂબ જરૂર છે. યુવા કોંગ્રેસ દેશ-રાજ્યમાં હમેશા અન્યાય સામે લડે છે.તેના અનેક ઉદાહરણ જોવા મળે છે.આ યુવા ક્રાંતિ શિબિરમાં દેશની અંદર કોંગ્રેસની વિચરધારા કેમ જરૂરી છે તેના વિશે પણ માહિતી પણ અપાઈ હતી.
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસની યુવા ક્રાંતિ શિબિરમાં ભાજપના રાજમાં દેશ તોડવાની રાજનીતી કરે છે જેની સામે કોંગ્રેસ પાર્ટી દેશ જોડવાની વાત કરે છે.
પાલીતાણા ખાતે ચાલી રહેલી ગુજરાત પ્રદેશ યુવા ક્રાંતિ શિબિરમાં વિવિધ પ્રકારના સ્પેશિયલ સેશન યોજવામાં આવ્યા જેમાં મિડિયા વિશે , સોશિયલ મિડિયા, ફેક ન્યુઝ અને ગાંધી વિચારધારા વિશે પણ માહિતી આપવામા આવી હતી.આ યુવા ક્રાંતિ શિબિર દિપ પ્રાગટ્ય કરીને શરૂઆત કરવામાં આવી હતી. જેમા પાલીતાણાના પુર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ રાઠોઠ પણ ઉપસ્થિત રહ્યા હતા.
*આવતીકાલે યુથ કોંગ્રેસની શિબિરમાં રાષ્ટ્રીય અને રાજ્યનાં નેતાઓ હાજર રહેશે.
ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ દ્વારા આયોજિત યુવા ક્રાંતી શિબિરમાં ઓલ ઈન્ડીયા યુથ કોંગ્રેસનાં ઈન્ચાર્જ ક્રિષ્ના અલ્લાવરુ , ઓલ ઈન્ડીયા યુથ કોંગ્રેસના પ્રમુખ શ્રીનિવાસ બી.વી , AICCના સેક્રેટરી ઉષા નાયડુ ,ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ ઈન્દ્રવિજયસિંહ ગોહિલ ઉપસ્થિત રહેશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!