BHILODAGUJARAT

ભિલોડા : ભાણમેર ખાતે 3 લોકો પર ફાયરિંગ,ફાયરિંગની ઘટનામાં 3 આરોપીઓ સામે નોંધાઈ ફરિયાદ :ભિલોડા પોલિસે ત્રણે આરોપીઓ ને રાઉન્ડ અપ કર્યા 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

ભિલોડા : ભાણમેર ખાતે 3 લોકો પર ફાયરિંગ,ફાયરિંગની ઘટનામાં 3 આરોપીઓ સામે નોંધાઈ ફરિયાદ :ભિલોડા પોલિસે ત્રણે આરોપીઓ ને રાઉન્ડ અપ કર્યા

અરવલ્લી જિલ્લાની અંદર કાયદા અને વ્યવસ્થાની કફોડી હાલત થઈ છે અને કોઈનો ડર ના હોય તે રીતે કાયદાને હાથમાં લઇ અમુક લોકો કાયદા વિરુદ્ધ જઈ ને કામ કરતા હોય છે તેવી જ એક ઘટના બની છે અરવલ્લી જિલ્લાની અંદર જેમાં ત્રણ લોકો પર ફાયરિંગ કર્યાની ઘટના સામે આવી છે ભિલોડાના ભાણમેર ગામે ફાયરિંગ થયું હતું જેમાં મળતી માહિતી અનુસાર નિવૃત પીએસઆઇ અને તેના પુત્ર દ્વારા ફાયરિંગ કરાયું હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ છે સમગ્ર ઘટના વરઘોડામાંથી પરત ફરતા ત્રણ લોકો પસાર થઈ રહ્યા હતા એ સમય દરમિયાન ફાયરિંગ થયું હતું જેમાં ચારથી પાંચ રાઉન્ડમાં ગોળીબારમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા.  નવ વર્ષની બાળકી સહીત બે પુરુષો પણ ઘાયલ થયા હતા ત્રણેય ગંભીર હાલતમાં એમ્બ્યુલન્સ મારફતે ભિલોડા હોસ્પિટલ ખાતે લવાયા હતા વધુ સારવાર અર્થએ હિંમતનગર સિવિલ ખાતે ખસેડાયા હતા.સમગ્ર ઘટનાને લઈને જિલ્લા એલસીબી ભિલોડા પોલીસનો કાફલો ખડે પગે ઘટના સ્થળે હાજર થયો હતો ફાયરિંગની ઘટના ને લઈ ભિલોડા પોલિસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધવામાં આવ્યો છે ભિલોડાના ભાણમેર ની અંદર ફાયરિંગ થયેલી ઘટનાને લઇ જેમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા જે અનુસંધાને ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે છે ફરિયાદ અનુસાર હકીકત એવી છે કે આ કામના આરોપીઓએ ફરિયાદી સાથે અગાઉના ઝઘડાની અદાવત રાખી ફરિયાદી તથા ઇજા પામનાર અન્ય બે. સાહીદોના સામે આવી જઈ કંઈ પણ બોલ્યા વગર મારામારી કરી તમને પતાવી દેશું એમ કહીને આરોપી વૈભવ કનૈયાલાલ બરંડા એ તેની પાસે પિસ્તોલ જેવા હથિયારથી જાનથી મારી નાખવાના ઇરાદે ફરિયાદી અને અન્ય બે વ્યક્તિઓ ઉપર આડેધડ ફાયરિંગ કરી ગંભીર ઇજાઓ કરી ગુન્હો કરવામાં એકબીજાની મદદ કરી જાયલો ગાડી લઈને નાસી જઈ જિલ્લા મેજિસ્ટરના જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યો છે તે બાબતે ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે આરોપી કનૈયાલાલ સોમાજી બરંડા, વૈભવ કનૈયાલાલ બરંડા મહેશભાઈ રૂપાજી બરંડા તમામ રહે ભાણમેર તાલુકો ભિલોડા જીલ્લો અરવલ્લીના ઓ સામે ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરી પોલીસે જીનવટ ભરી તપાસ હાથ ધરી છે.અને ભિલોડા સ્થાનિક પોલિસ દ્વારા ત્રણેય આરોપીઓ ને પોલિસ સ્ટાફ દ્વારા રાઉન્ડ અપ કરવામા આવે છે

Back to top button
error: Content is protected !!