વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં સુબીર પોલીસ મથકનાં પી.આઈ.ડી.કે.ચૌધરીનાં માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમે મહાલથી બરડીપાડા રોડ વચ્ચે ધૂલદા ગામ પાસે કાહડોળના વળાંકમાં એક મારુતિ સ્વીફ્ટ કારમાંથી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.
સુબિર પોલીસની ટીમે દારૂના જથ્થા સહિત ૩.૨૪ લાખ રૂપિયા કરતા વધુનો મુદ્દામાલ કબજે કરેલ છે.અહી સ્વીફ્ટ કારનો ચાલક નાસી છુટેલ હોય જેને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ,ડાંગ જિલ્લાનાં મહાલથી બરડીપાડા રોડ વચ્ચે ધૂલદા ગામ પાસે કાહડોળના વળાંકમાં સ્વીફટ ગાડી નંબર GJ-15-CA-1795 નો ચાલક પોતાની કબ્જા ભોગવટાની ગાડી મૂકી ત્યાંથી નાસી છૂટયો હતો.જે બાદ સુબિર પોલીસની ટીમે ગાડીની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડનો પુઠાના બોક્ષમા તથા અલગ અલગ બ્રાન્ડની છુટક કુલ નાની મોટી બાટલીઓ તથા બિયર ટીન મળી આવી હતી.આ ગાડીમાંથી ગેરકાયદેસર પાસ પરમીટ વગરનો કુલ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા ૨,૧૪,૩૮૫/- હોય તથા મારૂતિ સ્વીફટ ગાડી નંબર GJ-15-CA-1795 જેની કિંમત રૂપિયા ૧,૧૦,૦૦૦/- એમ મળી કુલ કિંમત રૂપિયા ૩, ૨૪,૩૮૫/- નો મુદ્દામાલ સુબીર પોલીસની ટીમે ઝડપી પાડ્યો છે.સાથે નાસી છૂટનાર કાર ચાલકને વોન્ટેડ જાહેર કરી,સુબીર પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..