MORBI:મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા ચતુર્થ વિધાર્થી સન્માન સમારોહ યોજાયો

MORBI:મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા ચતુર્થ વિધાર્થી સન્માન સમારોહ યોજાયો
કેજી થી કોલેજ સુધીના ૨૬૦ વિધાર્થીઓ ને યોગ્યતા મુજબ શિક્ષણકીટ ને શિલ્ડ આપી સન્માન કરાયું
મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા ચતુર્થ વિધાર્થી સન્માન સમારોહ ને પારીવારીક સ્નેહમિલન નું આયોજન તાજેતર માં શ્રી દશાશ્રી વણિક જ્ઞાતિની વાડી ખાતે કરવામાં આવ્યું હતું જેમાં કુલ કે જી થી કોલેજ સુધી ના ૨૬૦ વિધાર્થીઓ ને યોગ્યતા મુજબ શિક્ષણકીટ ને શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા સાથે સમાજ ના કાર્ય માં કાયમી સહયોગ આપતા દાતાઓ તેમજ ગોસ્વામી સમાજ ના ગૌરવ એવા મોરબી ના પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી તેમજ ગોસ્વામી સમાચાર ના તંત્રી પત્રકાર વિશાલભારતી (ભાવનગર) સહિતના સન્માન કરાયા હતા તેમજ અખિલ ગુજરાત દશનામ ગોસ્વામી સેવા સમાજ રાજકોટ દ્વારા સોમગીરી પી ગોસ્વામી હસ્તે ગોસ્વામી સમાચાર (ભાવનગર) ને પથદર્શક એવોર્ડ તંત્રી વિશાલભારતી ને આપ્યો હતો.
સતત ચાર વર્ષથી વિધાર્થી સન્માન સમારોહ ની સફળ કામગીરી કરતા મોરબી દશનામ ગોસ્વામી મંડળ ટ્રસ્ટ ને બિરદાવી ને ડૉ મનિષગીરી રાજકોટ,સોમગીરી રાજકોટ,મુકેશગીરી ડેરી વડાળા, વિશાલભારતી ભાવનગર એ યુવક મંડળ ની ટીમ નું સન્માન કર્યું હતું આ તકે ડો મનીષપુરી ગોસ્વામી એ જણાવ્યું હતું કે આપણે મંદિર,મઢ ની પૂજા કરવી એ આપણો ધર્મ છે પણ સાથે તમારા બાળકો ને ભણાવવા માં પૂરતું ધ્યાન આપો અને વધુ ને વધુ શિક્ષિત બનાવો જેથી તે બાળક ઉચ્ચકક્ષા એ ભણી આગળ વધશે પરિવાર ને સમાજ નું ગૌરવ વધશે તેમજ યુવક મંડળ દ્વારા સમાજ ના વિકાસ ના હિત માટે દરેક કામ કરે એ હેતુ મંડળ માં પ્રમુખ ની વરણી દર બે વર્ષે કરવામાં આવે છે જે કામગીરી ને બિરદાવી હતી આ સમારોહ માં મોરબી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ના દશનામ ગોસ્વામી સમાજ ના આગેવાનો સંતો મહંતો ને બહોળી સંખ્યા માં વાલીઓ જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા આ સમારોહ ને સફળ બનાવવા મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ ના પ્રમુખ બળવંતગીરી, ઉપપ્રમુખ નિતેષગીરી,મંત્રી અમિતગીરી, ખજાનચી તેજશગીરી, ટ્રસ્ટી દેવેન્દ્રગીરી,હાર્દિકગીરી,પ્રકાશગીરી, સહિત સભ્યો એ જહેમત ઉઠાવી હતી.








