ધાંગધ્રાના રામપરા ગામે ગૌચર અને સરકારી જમીન ઉપર ભુમાફિયાનો કબજો

જિલ્લા કલેક્ટરને ટેલીફોનીક રજુઆત કરી તાત્કાલિક દબાણ દૂર કરવા રજૂઆત – રવિરાજસિંહ ઝાલા
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં ગૌચર જમીન અને સરકારી જમીન ઉપર સતત દબાણની ઘટનાઓ સામે આવે છે ત્યારે રામપરા ગામે ગૌચર જમીન અને સરકારી ખરાબા જમીન ઉપર બિન અધિકૃત દબાણો ખડકાય ચુકયા છે અને ભુમાફિયાઓ બેફામ થયા છે ત્યારે રામપરાના જાગૃત યુવાન અને એડવોકેટ રવિરાજસિંહ ઝાલા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને ટેલીફોનીક વાત કરી તમામ માહિતી અને પુરાવા આપવાની ખાત્રી સાથે રજુઆત કરવામાં આવતાં ભુમાફિયાઓમાં ભય ફેલાયો છે ત્યારે ઝાલાએ રજુઆતમાં જણાવેલ છે કે આપ અધિકારીઓ સ્થળ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે ઘણા કેટલાક વર્ષોથી સરકારી જમીનમાં ગૌચર જમીનમાં ગેરકાયદેસર દબાણ વધી રહ્યા છે ભુમાફિયાઓ સામે આમ જનતા રજુઆત કરતાં પણ અટકાવવામાં આવે છે ત્યારે એક એડવોકેટ યુવાન આ દબાણો હટાવવા અને કાયદાકીય કાર્યવાહી કરવા માટે કલેક્ટરને આધાર પુરાવા સાથે રજુઆત કરી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આળસ મરડી ભુમાફિયાઓ સામે કડક કાર્યવાહી કયારે કરે છે? ધાંગધ્રા તાલુકામાં સરકારી જમીન ઉપર મોટા કબજાઓ કરી રહેલા ઈસમો સામે કડક કાર્યવાહી તંત્ર દ્વારા તાત્કાલિક હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે આ બાબતે એડવોકેટ રવિરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે આ બાબતે ઉચ્ચ કક્ષાએ પણ રજુઆત કરવામાં આવશે અને લડત ને પરીણામ મળે ત્યા સુધી આગળ લડત આપતા રહેશું તેવું રવિરાજસિંહએ જણાવ્યું હતું.



