BANASKANTHAGUJARATKANKREJ

રણુજા પદયાત્રીઓની સેવામાં ધમધમતું કાંકરેજ નેકારિયા ખાતેનું ભુપતાજીનું ફાર્મ હાઉસ.

રણુજા પદયાત્રીઓની સેવામાં ધમધમતું કાંકરેજ નેકારિયા ખાતેનું ભુપતાજીનું ફાર્મ હાઉસ.

રણુજા પદયાત્રીઓની સેવામાં ધમધમતું કાંકરેજ નેકારિયા ખાતેનું ભુપતાજીનું ફાર્મ હાઉસ.

બારબીજના ધણી એવા શ્રી રામદેવપીર મહારાજના દર્શનાર્થે પગપાળા રણુજા જવાનો મહિમા ભાદરવા માસમાં છે આ મહિના માં સમગ્ર ભારતભરમાંથી લાખો ભકતો પગપાળા રણુજા જાય છે તેમની સેવામાં અસંખ્ય ગુજરાતના સેવાકૅમ્પો કાર્યરત છે પગપાળા યાત્રાળુઓમાં અતુટ શ્રદ્ધા ધરાવનાર ગુજરાત મોખરે છે અને ગુજરાતના ભાવિકો બારે માસ પગપાળા જાય છે જેમાં શિયાળામાં તો અવિરત સંઘો ચાલે છે તેવો જ એક બોટાદ જિલ્લાના સાંજણાવદરના શ્રી પ્રગટ નકલંકધામના મહંતશ્રી પ. પૂ.વશરામબાપા તેમના ૧૦૦ આસપાસ સેવકો સાથેનો સંઘ લઈ રામદેવરા જવા નીકળેલ છે જે આજ રોજ કાંકરેજ તાલુકાના નેકરિયા ખાતે પહોચતા બારેમાસ સેવામાં કાર્યરત એવી જય બાબારી ટીમને તેની જાણ થતાં અણદાભાઈ પ્રજાપતિએ બ. કાં. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૂપતાજી મકવાણા (ઠાકોર) ને ફોનથી જાણ કરતાં ભૂપતાજીએ તરત સંઘને પોતાના ફાર્મહાઉસ ખાતે લઈ જઈ બધાય ભકતો માટે ખાટલા પાથરી આરામની વ્યવસ્થા કરી સ્નાન માટે ગરમ પાણીની વ્યવસ્થા કરી અને પદયાત્રી ઉપરાંત તેમના ગામના અન્ય ભકતો સાથે ૨૦૦ ઉપરાંત ભાવિકો માટે પાકી રસોઈ બનાવી ભાવથી દરેકને સ્વહસ્તે જમાડી સેવા પુરી પાડેલ સેવામાં ભૂપતાજી અને તેમનો સમગ્ર પરિવાર થરાથી અણદાભાઈ પ્રજાપતિ,રમેશભાઈ છગનભાઈ પ્રજાપતિ અને ભૂપતાજીના એક સાદે ગામમાંથી અસંખ્ય કાર્યકરો ખડે પગે હાજર થઈ યાત્રીઓને સેવા પુરી પાડેલ તેમની સેવાથી પ્રભાવિત થઈ બાપુએ રાજી થઈ ખુબ જ આર્શીવાદ આપેલ.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!