વેજલપુરમાં સતત બીજા દિવસે જર્જરીત મકાન ધરાશાયી, હજુ 20 જેટલા મકાનો જોખમમાં તંત્રની ઉદાસીનતાથી લોકોમાં ભયનો માહોલ.

તારીખ ૨૬/૦૭/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર ખાતે મેઈન બજાર હોળી ચકલા વિસ્તારમાં આજે વધુ એક જર્જરીત મકાન તુટી પડ્યુ છે જોકે સદભાગ્યે કોઈ પણ પ્રકારની જાનહાનિ ટળી ગઈ છે ગઈકાલે માળી ફળિયા પાસે એક જર્જરીત મકાન તુટી પડવાની સાહી સુકાઈ નથી ત્યાં બીજું એક મકાન તુટી પડ્યું છે આસપાસના લોકો માં ભારે ભય નો માહોલ સર્જાયો છે વેજલપુર ગામમાં આવા ૨૦ જેટલા મકાનો જર્જરીત અવસ્થામાં ઊભા છે જે ગમે ત્યારે તુટી પડે તેમ છે ત્યારે ગ્રામ પંચાયત દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી કે આવા જર્જરીત મકાન માલીકો ને નોટિસ પણ આપી નથી ત્યારે કોઈ મોટી હોનારત સર્જાયા બાદ તંત્ર જાગશે કે કેમ? તેવો પ્રશ્ન ઉઠ્યો છે. અમોએ તલાટી કમ મંત્રી નો ટેલિફોનીક સંપર્ક કરવા પ્રયત્ન કરતા તેઓએ ફોન ઉપાડેલ નથી.વેજલપુરમાં લગભગ ૨૦ થી ૨૫ જર્જરીત મકાન તુટી પડવાની રાહ જોતા ઊભા છે. તલાટી કમ મંત્રી ને રજૂઆત કરી તો કહે છે કે અમે કેવી રીતે ઉતારીએ. કોઈ જવાબદારી લેવા તૈયાર નથી ગ્રામ પંચાયત કોઈ કાર્યવાહી કરતી નથી. સલીમ કઠિયા માજી તાલુકા પંચાયત સદસ્ય. વેજલપુર.







