ARAVALLIGUJARATMALPURMEGHRAJMODASA

અરવલ્લી : ભાડા કરાર ટ્રેક્ટર કૌભાંડમાં પોલીસને મોટી સફળતા, 6 આરોપીઓ ઝડપાયા ; 20 ટ્રેક્ટર, 1 JCB અને 10 ટોલી સહિત કુલ ₹ 4 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : ભાડા કરાર ટ્રેક્ટર કૌભાંડમાં પોલીસને મોટી સફળતા, 6 આરોપીઓ ઝડપાયા ; 20 ટ્રેક્ટર, 1 JCB અને 10 ટોલી સહિત કુલ ₹ 4 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

અરવલ્લી જિલ્લામાં ભાડા કરાર ટ્રેક્ટર કૌભાંડમાં અરવલ્લી પોલીસને મોટી સફળતા મળી છે. જિલ્લા એલસીબી, માલપુર પોલીસ અને મેઘરજ પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં કૌભાંડમાં સંડોવાયેલા 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ખેડૂતો પાસેથી ભાડા કરારના નામે ટ્રેક્ટર, ટોલી અને અન્ય વાહનો મેળવી તેમને સૌરાષ્ટ્ર વિસ્તારમાં સસ્તા ભાવે વેચી દેવાના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે

માલપુર અને મેઘરજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદોના આધારે પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી 20 ટ્રેક્ટર, 1 JCB અને 10 ટોલી સહિત કુલ ₹ 4 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.આ કેસમાં વિજય પ્રાંતવેલ બાયડ, સુનિલભાઈ પરમાર, પ્રવીણભાઈ મસાર, કનુ ભરવાડ, કનુભાઈ પાંડોર અને વિપુલ નામના આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેમના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

પોલીસ હાલ આરોપીઓની પૂછપરછ કરી રહી છે. આ કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે કે નહીં તેમજ વેચી દેવાયેલા અન્ય વાહનો અંગે માહિતી મેળવવા તપાસ વધુ તેજ કરવામાં આવી છે. પોલીસનું માનવું છે કે આરોપીઓની પૂછપરછ દરમિયાન કૌભાંડ સંબંધિત વધુ મહત્વના ખુલાસા થવાની શક્યતા છે.

Back to top button
error: Content is protected !!