સુરેન્દ્રનગર વઢવાણ રોડ ઉપર GIDC નજીક ચાલીને જતા યુવકને બાઇક ચાલકે લીધો હડફેટે

તા.02/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણ સુરેન્દ્રનગર રોડ ઉપર ચાલીને જતા યુવકને બાઈક ચાલક દ્વારા હડફેટે લેવામાં આવતા હાથમાં તથા મોઢા ના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે અહેસાસ શેખ નામનો યુવક દુકાને ચાલીને જતો હતો તે દરમિયાન બાઇક ચાલક દ્વારા તેને હડફેટમાં લેવામાં આવ્યો છે વઢવાણ જીઆઇડીસી નજીક આ પ્રકારની ઘટના બની છે જોકે અકસ્માત સર્જાયા બાદ આજુબાજુના લોકો દ્વારા ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે આ મુદ્દે બાઈક ચાલક સામે કાર્યવાહી પણ પોલીસ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગરમાં અકસ્માતોનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે મોઢાના તથા પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં ઇજાગ્રસ્ત યુવકને સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે અને બાઈક ચાલક સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




