GIR GADHADAGIR SOMNATHGUJARAT

ગીર ગઢડા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં આવેલી 44 જેટલી સ્માર્ટ આંગણવાડી બનાવવા પાછળ મોટું કોભાંડ કામ અન્ય એજન્સીએ કર્યું બિલ ગ્રામ પંચાયતો ના નામે કર્યા સરપંચો ને કઈ ખબર નથી 66 લાખ નો ખર્ચ છતાં પાણી ટપકે છે  જવાબદાર કોણ 

તપાસ ના નામે એક અધિકારી બીજા અધિકારી ને ખો આપી લુલો બચાવ કરી રહ્યા હોઈ તેવું લાગી રહ્યું છે

વાત્સલ્યમ્ સમાચાર

વિશાલ ચૌહાણ ગીર ગઢડા

તા.૨૯

ગીર ગઢડા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં આવેલી 44 જેટલી સ્માર્ટ આંગણવાડી બનાવવા પાછળ મોટું કોભાંડ કામ અન્ય એજન્સીએ કર્યું બિલ ગ્રામ પંચાયતો ના નામે કર્યા સરપંચો ને કઈ ખબર નથી 66 લાખ નો ખર્ચ છતાં પાણી ટપકે છે  જવાબદાર કોણ

તપાસ ના નામે એક અધિકારી બીજા અધિકારી ને ખો આપી લુલો બચાવ કરી રહ્યા હોઈ તેવું લાગી રહ્યું છે

ગીર ગઢડા તાલુકા માં બનાવેલી 44જેટલી સ્માર્ટ આંગણવાડી માં વરસાદનું પાણી ટપકે બાળકો નું ભવિષ્ય જોખમાયું

વર્ષ 20, 21, 22 ના ગીર ગઢડા તાલુકાના 15 માં નાણાપંચ અને 20 ટકા યોજના માંથી સ્માર્ટ આંગણવાડી કેન્દ્રો બનાવવા નું આયોજન કરાયું હતું

તેમાં પ્રત્યેક આંગણવાડી પાછળ રૂપિયા 1,50,000 થી વધુની રકમનો ખર્ચ નક્કી કરવામાં આવ્યો હતો . જેમાં આંગણવાડીમાં અગાસી ઉપર વોટર પ્રૂફપુટી. લાદી

પ્લાસ્ટર અને પેઇન્ટિંગ ચિત્ર અને નાનું મોટું રીપેરીંગ કામ કરવાનો ઠરાવ 44 ગ્રામ પંચાયત પાસેથી મંગાવી એસ્ટીમેન્ટના ભાવોભાવ મુજબ ગ્રામ પંચાયતને કામો વર્ષ 20023 માં ફરવા આવ્યા હતા અને ગીર ગઢડા પંથકની 44 આંગણવાડી કેન્દ્રમાં 20/ 6/ 2023 માં આ કામો પૂર્ણ થયા હતા તેના બિલો પણ ગ્રામ પંચાયત દ્વારા તાલુકા પંચાયત ગીર ગઢડા ના આસી. ઈન્જીન એન્જિનિયર દ્વારા બનાવી તેમનું કમ્પલીટેશન પ્રમાણપત્ર પણ આઈએમડી દ્વારા અપાય ગયા હતા

ગ્રામ પંચાયત દ્વારા તેમનું પેમેન્ટ બેંક મારફતે ચૂકવી દેવાયું હતું

આ વર્ષ દરમિયાન આંગણવાડી પાછળ કરાયેલા 66 લાખ જેટલી મોટી રકમ પછી પણ આંગણવાડી કેન્દ્રની છતમાંથી પાણી ટપકતા બંધ થયા નથી એટલું જ નહીં આંગડવાડી માં બનાવેલા ભિત ચિત્રો પણ વરસાદના કારણે દીવાલોમાંથી પાણીના કારણે નાશ થવા લાગ્યા છે અને પ્લાસ્ટર પણ તૂટવા લાગ્યું છે

આંગણવાડી કેન્દ્રમાં બાળકો પણ બેસી શકતા નથી બધી આંગણવાડી માં છત ઉપર થી ટપકતા પાણી થી બાળકો ને બેસવામાં મુશ્કેલી થઈ રહી છે આંગણવાડી બહેનો દ્વારા આ બાબતે અનેકવાર તંત્ર ને રજૂઆત કરવા છતાં તંત્ર મૌન છે

ઘણી આંગણવાડી માં છત ઉપર પ્લાસ્ટિક બાંધી બાળકો ને ભણાવવા માં આવે છે આંગણવાડી સંચાલકો દ્વારા પાણી ટપકતું હોવાની લેખિત રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કઇ પગલા લેવામાં આવતા નથી

ગીર ગઢડા ના મોટાભાગની બનેલી આંગણવાડી માં પ પ્લાસ્ટર ફાટી ગયા છે અને સ્લેપ માં પણ પોપડા પડતા હોય તેવું જોવા મળી રહ્યું છે

ગ્રામપંચાયત ના નામે એસ્ટીમેન્ટ કામ અન્ય એજન્સી એ કર્યું

Oplus_131072

Back to top button
error: Content is protected !!