
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ 
ડાંગ જિલ્લાનાં વઘઇ સાપુતારાને જોડતા આંતર રાજય ધોરીમાર્ગ પરનો સાકરપાતળ નંદીનાં ઉતારાનો બ્રિજ ભારે કોમર્શીયલ વાહનોની અવર જવર માટે એક વર્ષ સુધી પ્રતિબંધિત જાહેર કરાયો,આજથી ભારે વાહનોને વાંસદા,કાવડેજ અથવા ધરમપુર થઈ મહારાષ્ટ્રને જોડતા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાનું જાહેરનામુ પ્રસિદ્ધ કરાયુ..
વડોદરાનાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજય સરકાર સફાળી જાગી છે.અને રાજય સરકારે જુના અને જર્જરિત બ્રિજોનાં રિપોર્ટ માંગી કાર્યવાહીની સૂચના આપી છે.ત્યારે ડાંગ જિલ્લાનાં વઘઇથી સાપુતારાને જોડતા મહત્વનાં આંતર રાજય ધોરીમાર્ગનાં સાકરપાતળ ગામ નજીક નંદીનાં ઉતારાનો બ્રિજ ક્રિટિકલ જાહેર કરાયો છે.ગિરિમથક સાપુતારાને જોડતા આંતરરાજ્ય ધોરીમાર્ગ નંબર :-SH 9 ઉપર અંબિકા નદી પર આવેલા સાકરપાતળ ગામ નજીકના ‘નંદી ઉતારા’ મેજર બ્રિજના નિરીક્ષણ બાદ મળેલા એક્સપર્ટ રિપોર્ટ અનુસાર આ બ્રિજ ‘ક્રિટીકલ પુઅર કેટેગરી’મા આવતા, ભારે કોમર્શિયલ વાહનોની અવર જવર માટે એક વર્ષ સુધી પ્રતિબંધિત જાહેર કરાયો છે.કાર્યપાલક ઈજનેર કેતનભાઈ કુંકણા ડાંગ (મા×મ) વિભાગ (રાજય) હસ્તકનાં વઘઈ પેટા વિભાગનાં કાર્યક્ષેત્ર હેઠળ આવેલા વઘઇ-સાપુતારા રોડ પરના આ બ્રિજનુ નિર્માણ સને 1959/60 દરમિયાન કરાયુ હતુ.108 મીટરની લંબાઈ ધરાવતા આ મેજર બ્રિજને બંધ કરાતા, અહીંથી પસાર થતા ભારે કોમર્શિયલ વાહનોને ડાંગ જિલ્લા વહીવટી તંત્રે સૂચવેલ વૈકલ્પિક માર્ગ (1) હાથગઢ-સુરગાણા-ઉમરથાણા-બિલ્ધા-આવધા-ધરમપુર રોડ, તથા (2) હાથગઢ-સુરગાણા-ઉમરથાણા-બોપી-કાવડેજ-વાંસદા રોડનો ઉપયોગ કરવા એક જાહેરનામા દ્વારા જણાવાયુ છે.ડાંગના જિલ્લા મેજીસ્ટ્રેટ શાલિની દુહાન દ્વારા જારી કરાયેલા જાહેરનામા અનુસાર તેનો ભંગ/ઉલ્લઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર ઠરી શકે છે. ડાંગ જિલ્લામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના દરજ્જાના કોઇ પણ પોલીસ અધિકારી તથા માર્ગ અને મકાન (સ્ટેટ) વિભાગ હસ્તકના કાર્યપાલક ઇજનેર, નાયબ કાર્યપાલક ઈજનેર સહિત સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીને આ જાહેરનામાની અમલવારી અંગે સૂચના આપવામા આવી છે.ઉલ્લેખનીય છે કે ગિરિમથક સાપુતારા ખાતે આવતા પર્યટકોની ફેમિલી કાર સહિતના નાના વાહનો આ માર્ગનો ઉપયોગ કરી શકે છે,તેમ વઘઈના નાયબ કાર્યપાલક ઈજનેર મહેન્દ્રભાઈ પટેલે પૂરક વિગતો આપતા જણાવ્યુ છે.માત્ર આ માર્ગ ભારે વાહનો માટે બંધ રહેશે..





