GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

ભાજપ દ્વારા નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિતે સેવા પખવાડા અંતર્ગત આરોગ્ય શિબીર નુ આયોજન એનએમજી હોસ્પિટલમાં કરાયુ.

 

તારીખ ૧૯/૦૯/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડા અંતર્ગત આરોગ્ય શિબિર ફ્રી સર્વર રોગ નિદાન અને ફ્રી સારવાર કેમ્પનું આયોજન પારુલ સેવાશ્રમ હોસ્પિટલ અને એનએમજી ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે કાલોલની એનએમજી હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યું હતું જેમાં પારુલ સેવાશ્રમ હાલોલ અને વાઘોડિયા નાની સનાથ ડોક્ટરો તેમજ હોસ્પિટલ ના ડોક્ટરો દ્વારા દર્દીઓને નિશુલ્ક સારવાર કરવામાં આવી હતી ફિઝિશિયન સર્જન બાળ રોગની સ્થાપના નો ડોક્ટર અને સ્ત્રી રોગના નિષ્ણાત તેમજ દાંતના ડોક્ટર દ્વારા આ કેમ્પમાં પોતાની સેવાઓ આપી હતી. દીપ પ્રાગટ્ય બાદ કેમ્પ ને ખુલ્લો મુકાયો હતો.પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઇ દેસાઈ (લાલાભાઇ) અને ઉપપ્રમુખ યોગેશભાઈ પંડ્યા, ડો પ્રકાશ ઠક્કર તેમજ એન એમ જી ટ્રસ્ટ ના પ્રકાશભાઈ ગાંધી તેમજ મંડળ પ્રમુખ મહિદિપસિંહ ગોહિલ, માજી પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહીલ, શહેર પ્રમુખ કલ્પેશભાઈ પારેખ, ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના ચેરમેન મીનાક્ષીબેન પંડ્યા કાલોલ નગરપાલિકા પ્રમુખ હસમુખભાઈ મકવાણા અને ઉપપ્રમુખ ગૌરાંગ દરજી, કારોબારી અધ્યક્ષ જ્યોત્સનાબેન બેલદાર, કાલોલ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો સહિત નગરપાલિકાના સભ્ય પારુલ પંચાલ, કેયા શાહ, મોનલ જોશી, પ્રતીક ઉપાધ્યાય, હરિકૃષ્ણ પટેલ,આશિષ સુથાર અને સંગઠનના વિરેન્દ્રસિંહ પરમાર,અજયસિંહ ચૌહાણ,હર્ષ વ્યાસ,પ્રતીક શાહ , મોન્ટુ ગોસાઈ, પરેશ પારેખ, અનિરુદ્રસિંહ ગોહિલ સાથે મોટી સંખ્યામાં દર્દીઓ હાજર રહ્યા હતા. કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ મોડેથી કાર્યક્રમમાં જોડાઈ તમામ હોદ્દેદારો ને સાથે લઈને હોસ્પિટલ ના તમામ વોર્ડ ની મુલાકાત લઈ દર્દીઓ સાથે વાતચીત કરી.આરોગ્ય કેમ્પ માં અને હોસ્પિટલ માં દર્દીઓ ના ઉપયોગ માટે રાખેલ સાયકલિંગ વિશેના ઉપયોગ ની જાણકારી મેળવી ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે જાતે સાયકલિંગ કરી બતાવેલ હતું સમગ્ર ફ્રી મેગા કેમ્પ ના સફળ આયોજન બદલ હોસ્પિટલ ના સમગ્ર ટસ્ટ્રીઓ, ડોકટરો તેમજ તમામ મેડિકલ સ્ટાફ અને વિશેષ પારુલ સેવાશ્રમ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો.

 

Back to top button
error: Content is protected !!