GUJARATKHERGAMNAVSARI

ખેરગામમાં ભાજપ દ્વારા મહારાષ્ટ્રની ચૂંટણીમાં મળેલા વિજયની ઉજવણી કરાઈ

વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ

મહારાષ્ટ્ રાજ્યમાં ભાજપને મળેલી બહુમતી અને વાવ બેઠક ઉપરની પેટા ચૂંટણીમાં ભાજપનો મળેલા વિજય બદલ ખેરગામ તાલુકા ભાજપ સંગઠન દ્વારા દશેરા ટેકરી ખાતે હોગલદ્દેદારો અને કાર્યકરો ભેગા થયા હતા,અને ફટાકડા તેમજ આતશબાજી કરી એકબીજાને મીઠાઈ ખવડાવી વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે ભાજપ સંગઠનનના મહામંત્રી શૈલેષભાઇ ટેલર,લિટેશભાઈ ગાવીત,માજી જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ આહીર,તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશભાઇ પટેલ,ઉપપ્રમુખ,લીના અમદાવાદી,યુવક ભાજપ પ્રમુખ ચેતન પટેલ,વાડના દિનેશભાઇ પટેલ,સરસિયા ડેરી સંચાલક મુકેશભાઈ પટેલ સહિતના અનેક આગેવાનો કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહી ઉજવણીમાં ભાગ લીધો હતો.

Back to top button
error: Content is protected !!