અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
ખાખરીયા પ્રા શાળામાં ધોરણ 1થી 5 ના બાળકોને બ્લેન્કેટનું વિતરણ કરાયું
મેઘરજ તાલુકાની રેલ્લાવાડા જૂથની ખાખરીયા પ્રા શાળામાં એક સદગ્રહસી દ્વારા નનામી દાતા તરીકે ખાખરીયા પ્રા શાળાના એક થી પાંચ ના બાળકોને બ્લેન્કેટ વિતરણ માટે શાળાના મુ. શિક્ષિકા જ્યોત્સનાબેન એ પંચાલ દ્વારા ગામના શિક્ષણ સમિતિના અધ્યક્ષ પુજાભાઈ એ પગી મગનભાઈ, છગનભાઈ, ઉ. શિક્ષિકા નીલમબેન ખરાડી મધ્યાન કાર્યકર ચેતનાબેન પંચાલ મંજુલાબેન પગી વગેરેની હાજરીમાં વિતરણ કરવામાં આવેલ. આ પ્રસંગે જ્યોત્સનાબેન પંચાલે જણાવ્યું કે કોઈ દાતા તેના માત પિતાના પુણ્યના પ્રત્યે સેવા ભાવથી નામ જાહેર ન કરવાની શરતે બ્લેન્કેટ આપેલ. ધનવાન માણસો દાન નથી કરતા પરંતુ દિલના દિલાવર ગરીબ માણસો દાન કરે છે. અને નામ જાહેર કરતા નથી આવા દાતા સદાય સુખી રહે તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી હતી.