તા.૦૮.૦૬.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ ખાતે વિશ્વ રક્તદાતા દિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
ઇન્ડિયન સોસાયટી દાહોદ જિલ્લા શાખા અને યુનિટી ફાઉન્ડેશન તથા હોલી જોલી ગ્રુપ ના સંયુક્ત ઉપક્રમે વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી નિમિત્તે સર્કિટ હાઉસ ચોકમાં સવારે ૦૬:૦૦ કલાકે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું યુનિટી ફાઉન્ડેશનના સલમાનભાઈ સાકીર અબુઝરભાઈ મરચા વાલા ખુજેમભાઈ જાબુઆવાળા સકીનાબેન સાકીર જેમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના વાઇસ ચેરમેન દિનેશભાઈ શાહ ખજાનચી કમલેશભાઈ લીમ્બાચીયા મંત્રી જવાહરભાઈ શાહ સહમંત્રી સાબિર શેખ બ્લડ બેન્ક કેમ્પ ઓર્ગેનાઈઝર એન કે પરમાર પારસભાઈ જૈન ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્લડ બેન્ક નો સ્ટાફ યુનિટી ફાઉન્ડેશનના હોલી જોલી ગ્રુપના સભ્યો ની ભારે જહમત બાદ મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કરી રક્તદાન મહાદાન ઉક્તિને સાર્થક કરી છે તમામ રક્તદાતાઓને સર્ટીફીકેટ અને ગિફ્ટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા ડોનેશન કેમ્પ ગોઠવવા આવા ઉમદા સમાજ ઉપયોગી કાર્ય કરવા બદલ ઇન્ડિયન રેડક્રોસ દાહોદ જિલ્લા શાખા ખજાનચી કમલેશભાઈ લીમ્બાચીયા દ્વારા હોલી જોલી ગ્રુપ યુનિટી ફાઉન્ડેશન તેમજ મોટી સંખ્યામાં રક્તદાન કરનાર દાહોદના નાગરિકોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો