DAHODGUJARAT

દાહોદ તાલુકાના ટીમરડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

તા. ૨૧૦૪૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ તાલુકાના ટીમરડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

દાહોદ તાલુકાના ટીમરડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવતના માર્ગદર્શન હેઠળ તથા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ભગીરથ બામણીયાના અધ્યક્ષ સ્થાને ટીમરડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલની મોબાઈલ બ્લડ ડોનેશન વાન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.જેમાં કુલ 41 યુનિટ બ્લડ કલેક્શન કરવામાં આવ્યું હતું. આવો અને પવિત્ર કાર્યમાં ભાગીદાર બનો! તમારું એક બોટલ લોહી – અનેક જીંદગીઓ માટે આશાની કિરણ બની શકે છે, સગર્ભા માતાઓ-નવજાત શિશુઓને જરૂરત સમયે લોહી મળી રહે – એ માટે રક્તદાન અમૂલ્ય છે, ચાલો, જીવન બચાવીએ, આવો રક્તદાન કરીએ જેવા મહત્વના ઉદ્દેશ્ય સાથે આ કેમ્પ યોજવામાં આવ્યો હતો

Back to top button
error: Content is protected !!