બોરુ રીફાઈ પબ્લિક સ્કૂલે બોર્ડની પરીક્ષામાં સતત બીજા વર્ષે ૧૦૦ ટકા ઝળહળતું પરિણામ પ્રાપ્ત કરતાં શાળા સંચાલકોમાં ખુશીની લહેર પ્રસરી
તારીખ ૧૦/૦૫/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
જીલ્લામાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ ૧૦ની માર્ચ ૨૦૨૫માં એસએસસી બોર્ડની પરિક્ષાનું પરિણામ વિદ્યાર્થીઓએ બોર્ડની વેબસાઈટ ઉપર પરિણામ જોયું હતું જે પરિણામને લઈને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાયો હતો અને જેને લઈ કાલોલ તાલુકા બોરુ ગામ સ્થિત વડોદરા ખાનકાહે રીફાઇયા દ્વારા સંચાલિત રીફાઈ એકેડમી અને વેલ્ફેર ટ્રસ્ટના નેજા હેઠળની રીફાઈ પબ્લિક સ્કૂલનુ ૨૦૨૫ એસએસસી બોર્ડની પરીક્ષામાં ઝળહળતું ૧૦૦ ટકા પરિણામ સતતં બીજા વર્ષે પ્રાપ્ત કરતાં સમગ્ર શાળા સ્ટાફ સાથે શાળા સંચાલકોમાં ખુશીની લહેર પ્રસરી ઉઠી છે.પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ તાલુકાની બોરુ રીફાઈ પબ્લિક સ્કૂલની સ્થાપના વર્ષ ૨૦૧૨ માં નર્સરી થી શરૂઆત થઈ હતી જે ૨૦૨૪ માં એસએસસી બોર્ડમાં ૧૦૦ ટકા અને ૨૦૨૫ એસએસસી બોર્ડમાં ધોરણ દસનું ૧૦૦ ટકા ઝળહળતું પરિણામ આ વર્ષે પણ આવ્યું હતું જેમાં આ વર્ષે એસએસસી બોર્ડની પરીક્ષામાં શાળાના ત્રેવીસ વિધાથીઓએ પરીક્ષા આપી હતી જ્યાં ત્રેવીસેત્રેવીસ વિધાથીરુઓ પરીક્ષામાં પાસ થયા છે અને નવ વિધાથીરુઓ એ ગ્રેડ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું હતું જેમાં પઠાણ તમ્મનાબાનુ ૯૦.૩૩ ટકા મેળવી શાળામાં પ્રથમ આવી છે જ્યારે પઠાણ માહેતશનીમબાનુ ૮૮.૦૦ ટકા સાથે બીજુ, પરમાર જય ૮૭.૩૩ ટકા સાથે ત્રીજુ,વાઘેલા મોહંમદ અઝીમ ૮૫.૮૩ ટકા સાથે ચોથું અને બેલીમ મહેંકબાનુ ૮૩.૧૭ પાંચમા ક્રમનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ત્યારે બોર્ડ એક્ઝામ માં સતત બીજા વર્ષે રીફાઈ પબ્લિક સ્કૂલની ઉચ્ચ સફળતાથી વિધાથીરુઓના પરિજનો સાથે પરિચિતો અભિનંદન ની વર્ષા કરી રહ્યા છે ત્યારે શાળાએ સફળતા પાછળ શાળાની અથાગ મહેનતની સાથેસાથે માતા-પિતા નો સતત સહકાર અને હૂંફ તેમજ શાળાનો સ્ટાફગણ અને સંસ્થાના ટ્રસ્ટીઓ હરએક ક્ષણે આપવામાં આવેલ માર્ગદર્શન અને પ્રોત્સાહન ને પરિણામલક્ષી સફળતાં માટેનું કારણ બતાવી હઝરત સૈયદ નૈયરબાબા રીફાઇ એ શાળાના શિક્ષકો સાથે વિધાથીર્ઓનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા.