BANASKANTHAPALANPUR

આદર્શ વિદ્યાલય વિસનગરમાં “વાર્ષિકોત્સવ” અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્ર્મ યોજાયો

21 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગરમાં આજ રોજ તા-૨૧/૦૨/૨૦૨૩ ના રોજ વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે રહેલી સુષુપ્ત પ્રતિભાઓને ઉજાગર કરવા “વાર્ષિકોત્સવ” અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સાંસ્કૃતિક કાર્યક્રમને શોભાવવા મહેમાનશ્રીઓ એવા શ્રીમતી વર્ષાબેન પટેલ (પ્રમુખશ્રી, નગરપાલિકા, વિસનગર), શ્રી દિનેશભાઈ ચૌધરી (પ્રમુખશ્રી, માધ્યમિક શિક્ષક સંઘ, ગુ. રાજ્ય), શ્રી રૂપલભાઈ પટેલ (ઉપપ્રમુખશ્રી, નગરપાલિકા, વિસનગર), શ્રી વિજયભાઈ પટેલ (ચેરમેનશ્રી, બાંધકામ સમિતિ નગરપાલિકા, વિસનગર) અને શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ વિસનગરના પ્રમુખશ્રી કે.કે. ચૌધરી, અન્ય હોદ્દેદાર શ્રી જે.ડી.ચૌધરી, શ્રી વી.જી.ચૌધરી, શ્રી રાજુભાઈ એલ. ચૌધરી, શ્રી ઈશ્વરભાઈ બી. ચૌધરી, શ્રી ખુમજીભાઈ કે. ચૌધરી, શ્રી વિષ્ણુભાઈ એસ. ચૌધરી, શ્રી પ્રતાપભાઈ વી. ચૌધરી, શ્રી ફુલજીભાઈ ચૌધરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના ગીતથી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાની બાલિકાઓ દ્રારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. કેળવણી મંડળના મંત્રીશ્રી જે.ડી. ચૌધરીએ મહેમાનશ્રીઓનું શાબ્દિક સ્વાગત કરી પરીચય આપ્યો હતો અને કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓ દ્રારા મહેમાનશ્રીઓનું બુકે, સાલ તથા મોમેન્ટથી સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ વર્તમાન સમય, માનવ સમાજ, શિક્ષણ વગેરે જેવા થીમ આધારિત નૃત્યો, સામાજિક અને શૈક્ષણિક મૂલ્યો આધારિત નાટકો, ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતા ગરબા અને રાસ, વડીલોના મનને પણ પ્રસન્ન કરતા નાના ભૂલકાઓના નૃત્યો વગેરે વિવિધ પ્રકારના સાંસ્કૃત્તિક કાર્યક્રમો રજૂ કરીને ઉપસ્થિત સૌ મહેમાનશ્રીઓ, મોટી સંખ્યામાં આ કાર્યક્રમને નિહાળવા પધારેલ વાલીગણ તથા સંકુલના તમામ વિદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. મંત્રમુગ્ધ થયેલ મહેમાનશ્રીઓએ, કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓએ, સંકુલના સ્ટાફ મિત્રોએ તથા વાલીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થિઓને ઇનામોની ગંગા વહેવડાવીને પ્રોત્સાહિત કર્યા હતા.આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પધારેલ મહાનુભાવોમાં કેળવણી મંડળના પ્રમુખશ્રી કે. કે. ચૌધરીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં આદર્શ શૈક્ષણિક સંકુલે સિદ્ધ કરેલ પ્રગતિના સોપાન તથા આદર્શ શૈક્ષણિક સંકુલમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમો અને ફેકલ્ટીઓની ઝાંખી કરાવી હતી. શ્રી વિજયભાઈ પટેલ(ચેરમેનશ્રી, બાંધાકામ સમિતિ નગરપાલિકા, વિસનગર) તથા શ્રી રૂપલભાઈ પટેલ(ઉપપ્રમુખશ્રી, નગરપાલિકા,વિસનગર) એ પ્રાસંગિક પ્રવચનમાં પોતાના વિદ્યાર્થી જીવનમાં આદર્શ વિધાલય, વિસનગરના ઋણને યાદ કરી આદર્શ શૈક્ષણિક સંકુલના વિકાસમાં અગ્રેસર રહેવા હાંકલ કરી હતી. શ્રીમતી વર્ષાબેન પટેલ (પ્રમુખશ્રી, નગરપાલિકા, વિસનગર) તથા શ્રી દિનેશભાઈ ચૌધરી (પ્રમુખશ્રી, માધ્યમિક શિક્ષક સંઘ, ગુ.રાજ્ય) એ પોતાના પ્રાસંગિક ઉદ્દબોધનમાં વિધાર્થીઓને વિદ્યાર્થી જીવનમાં શિક્ષણની સાથે સાથે સહભ્યાસિક પ્રવૃત્તિઓ થકી પણ ઉત્તમ સિદ્ધિ હાંસલ કરવા પ્રેરણા પૂરી પાડી હતી. આ કાર્યક્રમની સાથે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેમને શિક્ષણ ક્ષેત્રે, અન્ય સહઅભ્યાસિક પ્રવૃતિ ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું હોય તથા આજના સાંસ્કૃતિ પ્રવૃતિમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થિઓને મહેમાનશ્રીઓના વરદ્ હસ્તે મેડલ, ફાઈલ, સ્કૂલ બેગ વગેરે ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આમ શાળાના આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરી ના માર્ગદર્શન નીચે તથા સમગ્ર સ્ટાફ મિત્રોના સહયોગથી સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન કરાયું હતું. જે બદલ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ વિસનગરના પ્રમુખશ્રી તથા અન્ય હોદ્દેદારશ્રીઓએ અભિનંદન પાઠવ્યા હતા.

Back to top button
error: Content is protected !!