
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
ભારતીય જૈન સંગઠન – ભુજ ચેપ્ટર દ્વારા સમસ્ત જૈન સમાજ માટે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ – 2025
બીજેએસ ભુજ ચેપ્ટર ના પ્રમુખશ્રી ધીરેનભાઈ શાહના નેજા હેઠળ તથા મહામંત્રીશ્રી મનિષભાઈ નાગડા ના માર્ગદર્શન માં, શરદ બાગ પેલેસ ગ્રાઉન્ડ માં સમસ્ત જૈન સમાજ માટે બોક્સ ક્રિકેટ ટુનર્નામેન્ટનું આયોજન કરવામા આવ્યું. આ ટુર્નામેન્ટના મુખ્ય દાતા બરસાના હોમ્સ ના શ્રી જીગરભાઈ તારાચંદભાઈ છેડા હતા.
આ ટુર્નામેન્ટમાં બાળકો, મહિલાઓ તથા પુરૂષ એમ ત્રણ કેટેગરીઓ રાખવામા આવી હતી, જેમા બાળકોની 6, મહિલાઓની 7, તથા પુરૂષોની 16 મળી કુલ 29 ટીમો એ ભાગ લીધો હતો
તા. ૧૮ થી ૨૧ ડીસેમ્બર દરમિયાન ચાર દિવસની બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટમા સૌએ ખૂબજ ઉત્સાહ પૂર્વ ભાગ લીધો-આ ટુર્નામેન્ટનું મુખ્ય હેતુ જૈન સમાજ માં એકતા, સાથે રમતગમત અને ખેલદિલી ની ભાવના અંકુરીત થાય તેવા પ્રયાસો સાથે કરવા માં આવ્યું હતું
સમાપન સમારોહમ માં આમંત્રિત મહનુભાવોની ઉપસ્થિતિ મા વિજેતાઓને ટ્રોફી તથા ઇનામો આપી સન્માનિત કરવામા આવ્યા. ઉપસ્થિત મહાનુભાવો મા કે.વી.ઓ. જૈન મહાજન તથા સર્વ સેવા સંઘ ના પ્રમુખ શ્રી જીગરભાઈ તારાચંદભાઈ છેડા, બીજેસ કચ્છ પ્રમુખશ્રી હિતેષ ભાઈ ખંડોર, મહામંત્રી નીરવભાઈ શાહ, તેમજ જૈન સાત સંઘના પ્રમુખથી સ્મિતભાઈ ઝવેરી, બીજેસ વિવિધ ચેપ્ટર ના પદાધિકારીઓ તથા ભુજ જૈન સંઘો ના પદાધિકારી ઉપસ્થિત રહયા હતા.
ટુર્નામેન્ટના પરિણામો:
રોમાંચક ફાઈનલ મેચોના અંતે નીચે મુજબની ટીમો વિજેતા જાહેર થઈ હતી:
પુરુષ ની કેટેગરી: બોક્સ બ્રેકર્સ
મહિલા ની કેટેગરી: વિમલમ સ્ટ્રાઈકર્સ
બાળકો ની કેટેગરી: ડેલા સ્ટ્રાઈકર્સ
વિશેષ એવોર્ડ્સ (ખેલાડીઓની સિદ્ધિ):
૧. મેલ (Male) કેટેગરી:
મેન ઓફ ધ સીરીઝ: જેનીલ દોશી
બેસ્ટ બેટ્સમેન: નીલ મહેતા
બેસ્ટ બોલર: પ્રીત સંઘવી
૨. ફીમેલ (Female) કેટેગરી:
વુમન ઓફ ધ સીરીઝ: ખુશી મહેતા
બેસ્ટ બેટ્સમેન: યશ્વી મહેતા
બેસ્ટ બોલર: નયનિકા
૩. કિડ્સ (Kids) કેટેગરી:
કિડ ઓફ ધ સીરીઝ: સ્નેહ દોશી
બેસ્ટ બેટ્સમેન: દેવ છેડા
બેસ્ટ બોલર: મન શાહ
આ સમગ્ર આયોજનના મુખ્ય દાતા ‘બરસાના હોમ્સ’ ના શ્રી જિગરભાઈ તારાચંદભાઈ છેડા રહ્યા હતા. આ ઉપરાંત સહયોગી દાતાઓ તરીકે કેપિટલ કેન્વાસ, હિતેશભાઈ ખંડોર, નીરવભાઈ શાહ, દીપક ચા, મિત્સુ કલેક્શન, સુરભી યુનિફોર્મ્સ , ભારત સ્ટેશનર્સ, મધુ ઓપ્ટિક્સ, સાગર વોચ અને પરમેશ્વરી મોબાઈલનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો.
કાર્યક્રમને સફળ બનાવવા માટે BJS ભુજ ચેપ્ટરના પ્રમુખ શ્રી ધીરેનભાઈ શાહ અને મંત્રી શ્રી મનીષભાઈ નાગડા ના માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટ ચેરમેનશ્રી નંદિત મહેતા, વિરાજ ગાંધી, ભવ્ય દોશી જેકિલ મહેતા અને જેનીલ દોશી એ જહેમત ઉઠાવી હતી. ઇનામ વિતરણ કાર્યક્રમ નું સંચાલન ઉપપ્રમુખ અમર મહેતાએ કર્યું હતું.
સમગ્ર ટુર્નામેન્ટનું ગ્રાઉન્ડ મેનેજમેન્ટ BJS ભુજ સ્પોર્ટ્સ કમિટીના સભ્યો રાજુભાઈ શાહ સ્નેહલ ઝવેરી, પ્રેમ ઝવેરી, મેહુલ દેસાઈ, ભાવિન દેઢિયા, આદર્શ સંઘવી, નીલ શાહ, અમર મહેતા, પારસ દલાલ, હિતેષ પારેખ અને સમીર દોશી દ્વારા ખૂબ જ સુદ્રઢ રીતે કરવામાં આવ્યું હતું.



વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com



