GUJARATIDARSABARKANTHA

બીએસએફ ના જવાન ગૌતમભાઈ પ્રજાપતિ નું બનાસકાંઠા પેરામિલેટ્રી સંગઠન અને ગામ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

**બીએસએફ ના જવાન ગૌતમભાઈ પ્રજાપતિ નું બનાસકાંઠા પેરામિલેટ્રી સંગઠન અને ગામ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું **

પ્રવીણભાઈ બોકા પ્રમુખ બનાસકાંઠા જિલ્લા અને બનાસકાંઠા જિલ્લા પેરામિલેટ્રી સંગઠન દ્વારા આજે તારીખ-૦૪/૦૨/૨૦૨૫ ને મંગવારના રોજ શ્રી ગૌતમભાઈ પ્રજાપતિ રહે. કુભાસણ જિલ્લો બનાસકાંઠા સીમા સુરક્ષા બલ માં ૨૧ વર્ષ માં ભોમ ની રક્ષા કરીને સુરક્ષિત માદરે વતન પધાર્યા તેમનું ઉમંગ ઉત્સાહ થી સ્વાગત કર્યું જેમાં મોટી સંખ્યા માં ગામ ના નાના મોટા વડીલ બાળકો જવાન ને શુભેચ્છા આપવા હાજર રહ્યા હતા
બનાસકાંઠા જિલ્લા પેરામિલેટ્રી સંગઠન શ્રી પ્રવીણભાઈ બોકા જિલ્લા પ્રમુખ, શ્રી માનજીભાઇ લોહ જિલ્લા કોર્ડીનેટર, કમલેશભાઈ પ્રજાપતિ, રમણભાઈ પરમાર, માવજીભાઈ બોકા તથા ગોસ્વામી કીર્તિ કુમાર હાજર રહી ગૌતમ ભાઈ નું સન્માન કરી એમના નિવૃત્ત જીવન ની શુભેચ્છા પાઠવી.
આજ ના આ પ્રસંગ માં પ્રવીણભાઈ જિલ્લા પ્રમુખ ઉપસ્થિત નાગરિકો ને જણાવ્યું કે બીએસએફ ના જવાન ને ખરેખર શુભેચ્છા સાચા અર્થ માં આપવી જોય તો જે વર્ષો થી પેરામિલેટ્રી જવાનો સાથે સાવકો વ્યવહાર થઈ રહ્યો છે તે નાબૂદ થાય અને સેના આર્મી ના જેવું સન્માન મળે તેના માટે માત્ર પેરામિલેટ્રી ના હક સમ્માન માટે “”Dipesh Patel Paramilitary “” યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ લાઇક કોમેન્ટ અને શેર કરી બહુમૂલ્ય યોગદાન આપવા હાંકલ કરી આ ચેનલ માં માત્ર જવાનનો ની સમસ્યા અને શહીદ જવાનો ની તકલીફ અને તેમના હક સમ્માન ને લઈ ને જે વાત કહેવામાં આવે છે તેને સરકાર ના કાનો સુધી પહોંચાડી તેમને ન્યાય આપવાના અભિયાન માં જોડાવવા પણ ખાસ જોર મુકેલ અને નાગરિકો દ્વારા ખૂબ આ બાબત ને સમર્થન પણ આપવામાં આવેલ

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!