GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ બસ સ્ટેશનમાં સુરક્ષા રામ ભરોસે: સીસીટીવી કેમેરા ‘શોભાના ગાંઠિયા’ સમાન,મુસાફરોમાં ફફડાટ.

 

તારીખ ૦૧/૦૩/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લાના મહત્વના ગણાતા કાલોલ બસ સ્ટેશનમાં મુસાફરોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. તંત્ર દ્વારા લાખોના ખર્ચે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા લાંબા સમયથી બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું છે. ટેકનોલોજીના યુગમાં જ્યારે ગુનાખોરી ડામવા સીસીટીવી અનિવાર્ય છે, ત્યારે કાલોલ બસ સ્ટેશનમાં આ કેમેરા માત્ર શોભાના ગાંઠિયા સમાન બનીને રહી ગયા છે.બસ સ્ટેશનના પ્રવેશદ્વાર અને પ્લેટફોર્મ પર લાગેલા કેમેરા ચાલુ ન હોવાથી ખિસ્સાકાતરુઓ અને લુખ્ખા તત્વોને મોકળું મેદાન મળી ગયું છે.અનેક રજૂઆતો છતાં એસ.ટી. નિગમના સત્તાધીશો દ્વારા આ કેમેરા રિપેર કરવાની તસ્દી લેવામાં આવી નથી.રાત્રિના સમયે બસની રાહ જોતા મુસાફરો, ખાસ કરીને મહિલાઓ અને વિદ્યાર્થીઓ પોતાની સુરક્ષાને લઈ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.”જો કોઈ અઘટિત ઘટના બને તો જવાબદાર કોણ?” એવો પ્રશ્ન સ્થાનિક મુસાફરો દ્વારા પૂછવામાં આવી રહ્યો છે.સ્થાનિક જાગૃત નાગરિકોની માંગ છે કે ઉચ્ચ કક્ષાએથી આ બાબતની તપાસ થાય અને સત્વરે તમામ સીસીટીવી કેમેરા કાર્યરત કરવામાં આવે, જેથી મુસાફરો નિર્ભય બની મુસાફરી કરી શકે.આ ખૂબ જ ગંભીર અને ચિંતાજનક બાબત છે. કાલોલ જેવા વ્યસ્ત બસ સ્ટેશનમાં જ્યાં મુસાફરોની સતત અવરજવર રહેતી હોય, ત્યાં સીસીટીવી કેમેરા બંધ હોવા એ સુરક્ષા સામે મોટો પ્રશ્ન ઉભો કરે છે.જ્યારે ટેકનોલોજી માત્ર “દેખાડા” માટે હોય ત્યારે તે સુવિધાને બદલે જોખમ વધારે છે, કારણ કે લોકો એવા ભ્રમમાં રહે છે કે તેઓ સુરક્ષિત છે. સ્થાનીક ડેપો મેનેજર અને તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી થાય તે જરૂરી છે.

Back to top button
error: Content is protected !!