વિકાસગૃહમાં કન્યા છાત્રાલય ગૃહનું નિર્માણ
શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગર સંચાલિત,
ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિભાગ ના છાત્રાલય ના નવીનીકરણ નો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.
જામનગર (ભરત ભોગાયતા)
શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે તા.૫/૩/૨૦૨૫ ના રોજ ટ્રસ્ટી મંડળના અધ્યક્ષ શ્રી દીનાબેન મેહતા, કા. વા. સમિતિના પ્રમુખ અને મેને. ટ્રસ્ટી શ્રી કરશનભાઈ ડાંગર ના સાન્નિધ્ય માં આયોજિત કરવામાં આવ્યો. આ પ્રસંગે ભવન નવીનીકરણ ના દાતા શ્રી જયદેવભાઈ સંઘવી અને શ્રીમતી અમી બેન સંઘવી (આરવી એનકોન લી. મુંબઈ) ની વિશેષ ઉપસ્થિતિ માં અને સૌ મહેમાનો ના વરદ્ હસ્તે દીપ પ્રાગટ્ય કરી, આધુનિક સુવિધાઓ થી સજ્જ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ માં ઉપસ્થિત મહેમાનો નું શાબ્દિક સ્વાગત અને પ્રાસંગિક ઉદબોધન પ્રમુખ શ્રી કરશનભાઈ ડાંગર એ કર્યું હતું.
આ પ્રસંગે વિભાગ ના અન્ય દાતા શ્રી રામાણી સાહેબ(S B I ના રિજિયોનલ મેનેજર), શ્રી ઠાકુર સાહેબ(I O C જામનગર), શ્રી સાબુ સાહેબ, શ્રી કીર્તિ ભાઈ ફોફરિયા નું સન્માન કરવામાં આવ્યું, સાથે સાથે, જામનગર જિલ્લા ગ્રાન્ટેડ શાળા સંચાલક મંડળ ના નવ નિયુક્ત પ્રમુખ શ્રી દીપકભાઈ ઠક્કર, મા મંત્રી શ્રી જતીનભાઈ શાહ, ઉપ પ્રમુખ શ્રી દિલીપભાઈ આશર, શ્રી કિશોરભાઈ, શ્રી કાનાણી સાહેબ, શ્રી ભંડેરી સાહેબનું સન્માન કરવામાં આવ્યું.
આ પ્રસંગે ઉપસ્થિત CWC જામનગર ના ચેરમેન શ્રી ભાવિન ભાઈ ભોજાણી તથા સભ્ય શ્રીઓ નું સન્માન કરવામાં આવ્યું.
કાર્યક્રમ ના અધ્યક્ષ શ્રી દીનાબેન મેહતા અને દાતા શ્રી જયદેવભાઈ સંઘવી અને શ્રી દીપક ભાઈ ઠક્કરે પ્રતિભાવો વ્યક્ત કરી આનંદ વ્યક્ત કર્યો હતો.
ટ્રસ્ટી મંડળના અધ્યક્ષ શ્રી દીનાબેન મેહતા નું શેર સ્ટોક એક્સચેન્જ મુંબઈ દ્વારા અપાયેલ લાઇફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ બદલ સમગ્ર વિકાસ ગૃહ પરિવાર વતી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંસ્થાની દીકરીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.
સૌ દાતા, કા.વા. સમિતિ ના સભ્યો, વિભાગીય વડાશ્રીઓ, વાલી શ્રીઓ તેમજ સંસ્થા ની દીકરો અને વિદ્યાર્થિનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
કાર્યક્રમ નું સંચાલન કાર્યાલય મંત્રી શ્રી પાર્થ પંડ્યા એ કર્યું હતું.